Surat : બ્રેઈનડેડ યુવાનનું અંગદાન, ચાલ લોકોને મળશે નવજીવન

ખબરી ગુજરાત ગુજરાત

Surat News : દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર (Angdan) સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે. ગત દિવાળીથી આ વર્ષની દિવાળી સુધીના એક વર્ષના સમયગાળા દરમિયાન સુરતની નવી સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital)માં સૌથી વધુ અંગદાન (organ donation) થયા છે. આ કડીમાં વધુ એક અંગદાન થતા આજે 50મું અંગદાન થયું હતું. તાપી (Tapi) જિલ્લાના સોનગઢ તાલુકાના ટીચકીયા ગામ વતની ગામીત પરિવારના એકના એક 28 વર્ષીય પુત્ર કમલભાઈ ગામીતની બે કિડની, લીવર અને બે ફેંફસાના દાન (organ donation)થકી ચાર વ્યકિતઓને નવજીવન મળશે.

આ પણ વાંચો : હવે સુરંગમાં ફસાયેલા મજુરો બચી જશે, બચાવકર્મીઓને મળી સફળતા…

પ્રાપ્ત વિગતો અનુસાર તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટીચકીયા ગામના બંદારા ફળિયા ખાતે રહેતા 28 વર્ષીય આદિવાસી યુવાન કમલભાઈ ગામીત તા. 8 નવેમ્બરના રોજ સાંજે સાડા સાત વાગે બાઈક ઉપર ઘરે પરત જતા હતા ત્યારે વ્યારાના ચિખલદા ગામ સ્થિત રીક્ષા અને બાઈકનો અકસ્માત થયો હતો. ત્યારે યુવાનની બાઈક પણ આ અકસ્માત સાથે ટક્કર થતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતાં તેઓને પ્રથમ વ્યારા અને પછી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા. જ્યાં 10 દિવસની સારવાર બાદ તબીબોએ યુવાનને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.

યુવાનના પિતા અરવિંદભાઈ ગામીત સહિત પરિવારજનોને ડો.કેતન નાયક, ડો. નિલેશ કાછડીયા, નર્સીગ કાઉન્સીલના ઇકબાલ કડિવાલા અને નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી પરિવારજનોએ એકના એક પુત્ર કમલના અંગદાનની સમંતિ આપતા અંગો સ્વીકારાયા હતા. આજે 2 કિડની, લીવર અને ફેંફસાના અંગદાન થકી ચાર વ્યક્તિઓના જીવનમાં નવા વર્ષે નવા જીવનનો ઉજાશ પથરાશે.

આ પણ વાંચો : તેલંગાણા: નિર્માણાધીન સ્ટેડિયમની છત પડી, 3ના મોત 10 ઘાયલ

ગામીત પરિવારના એકના એક પુત્રના અંગદાનથકી ચાર વ્યક્તિઓને નવા વર્ષે નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. કમલભાઈ બાંધકામ (સેન્ટરીંગ)નું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર પાર્થ છે.

નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ અંગદાનના આ સેવા કાર્યમાં સુરત પોલીસ, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. આમ, સુરત સિવિલમાં આજે 50મું સફળ અંગદાન થયું હતું.