ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ માટે કાર્ય કરતી ગુજરાત સરકારની અગ્રીમ સંસ્થા ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન (CED) દ્વારા સંચાલિત GIDC સ્કીલ

ગોંડલમાં યોજાશે ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ, આ રીતે કરી શકો છો Apply

ખબરી ગુજરાત ગુજરાત

Entrepreneurship Development: ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય વિકાસ માટે કાર્ય કરતી ગુજરાત સરકારની અગ્રીમ સંસ્થા ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન (CED) દ્વારા સંચાલિત GIDC સ્કીલ અપગ્રેડેશન સેન્ટર, ગોંડલ (જામવાડી જીઆઇડીસી) ખાતે ગોંડલ, કોટડાસાંગાણી, જામકંડોરણા, જેતપુર, ધોરાજી, અને ઉપલેટા તાલુકાના ઉદ્યોગ સાહસિક બનવા ઈચ્છતા મહત્વકાંક્ષી યુવાનો-યુવતીઓ માટે ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ કાર્યક્રમમાં રસ ધરાવતા ઉમેદવારોએ વધુ માહિતી માટે જી.આઈ.ડી.સી સ્કીલ અપગ્રેડેશન સેન્ટર, ગોંડલ (જામવાડી જીઆઇડીસી),ગોંડલ જેતપુર હાઇવે, જામવાડી ગામનાં દરવાજા પાસે, જામવાડી જીઆઇડીસી, ગોંડલ ખાતે રૂબરૂ મુલાકાત લેવી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ ઉપરાંત ઉપરોક્ત સેન્ટરનું સફળ સંચાલન કરી તાલુકાના યુવાનોને કૌશલ્ય વિકાસની તાલીમ આપી શકે તેવા રસ ધરાવતા ટ્રેનીંગ પાર્ટનર એ ઇન્ચાર્જ પ્રકાશ ગોહેલ, સીનીયર એક્ક્ષિક્યુટિવ (લોધિકા અને ગોંડલ), સી.ઈ.ડી. રાજકોટ રીજીયન મો. 93133 57813નો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો: PM-KISAN Yojana: ગ્રામસેવકો દ્વારા E-કેવાયસી કેમ્પેઈન શરૂ

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.