IIT વિદ્યાર્થીઓને બખ્ખા, 1 કરોડથી વધુ પગાર આપવા કંપનીઓ તૈયાર

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

IIT Placement 2023 : આઈઆઈટી ખડગપુર (IIT Kharagpur) દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં કહ્યું કે 61થી વધુ કંપનીઓએ અમારા વિદ્યાર્થીઓને મુખ્યત્વે સોફ્ટવેઅર, એનાલિટિક્સ, ફાઇનાન્સ બેંકિંગ, કંસલ્ટિંગ અને એન્જિનીયરિંગની પ્રોફાઈલમાં અલગ અલગ નોકરીઓ ઓફર કરવામાં આવી છે. જેમાં 19 ઈન્ટરનેશનલ કંપનીઓએ (International Company) વિદ્યાર્થીઓને 1 કરોડ સીટીસી સુધીનું પેકેજ ઓફર કર્યું છે.

આ પણ વાંચો : ધરતીપુત્ર : રાજકોટના પ્રગતિશિલ ખેડૂતની કમાલ, તરબૂચની ખેતીમાં લાખોનો ઉતારો

PIC – Social Media

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) ખડગપુરમાં પ્લેસમેન્ટ સત્ર 2023 શરૂ થઈ ગયું છે. પહેલા જ દિવસે IIT વિદ્યાર્થીઓને પ્રી-પ્લેસમેન્ટ ઑફર્સ (PPOs) સહિત પહેલા જ દિવસે આઈઆઈટીના વિદ્યાર્થીઓને 700 થી વધુ પ્લેસમેન્ટ ઓફર મળી છે. જેમાં 19થી વધુ આંતરરાષ્ટ્રીય ઑફર્સનો સમાવેશ થાય છે. આમાંથી કેટલીક કંપનીઓએ રૂ. 1 કરોડથી વધુની સીટીસી (કંપનીને ખર્ચ) પેકેજ ઓફર કર્યું છે.

આ કંપનીઓએ પ્લેસમેન્ટસ ઓફર કર્યું

આઈઆઈટી ખડગપુર તરફથી શનિવારે આપવામાં આવેલા નિવેદનમાં કહ્યું કે, 61થી વધુ કંપનીઓએ અમારા વિદ્યાર્થીઓને અલગ અલગ ભૂમિકા માટે જેમ કે સોફ્ટવેર, એનાલિટિક્સ, ફાયનેન્સ બેંકિંગ, કંસલ્ટિંગ અને કોર એન્જિનીયરિંગની પ્રાફાઈલ માટે નોકરી ઓફર કરી છે. જેમાં એપ્પલ, આર્થર ડી લિટિલ, ધ વિંચી, કેપિટલ વન, ડીઈ શો, ઈએક્સએલ સર્વિસિઝ, ગ્લીન, ગૂગલ, ગ્રેવિટોન, માઇક્રોસોફ્ટ, મેકિન્સે, ક્વાંટબોક્સ, ડેટાબ્રિક્સ, સ્ક્વાયર પોઇન્ટ, ટીએસએમ, પાલો ઓલ્ટો અને અન્ય કેટલીય કંપનીઓની પ્રી પ્લેસમેન્ટની ઓફરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Election Results : MP-રાજસ્થાનમાં ભાજપ દબદબો

પહેલા દિવસે 700થી વધુ પ્લેસમેન્ટ ઓફર સાથે આઈઆઈટી ખડગપુર ટોપ પર

આઈઆઈટી ખડગપુરના નિર્દેશક પ્રોફેસર વી કે તિવારીએ કહ્યું, કે મોટાભાગની કંપનીઓ ઓગસ્ટ 2023માં જ ઇન્ટર્નશિપ માટે પહેલા જ મુલાકાત લઈ ચૂકી છે. તેમજ આ પ્લેસમેન્ટ સિઝન માટે પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી. 2023-24ની ગ્રેજ્યુએટ બેંન્ચે ઘણો ઉત્સાહ બતાવ્યો છે. વૈશ્વિક આર્થિક સ્થિતિ વિશે વાત કરતા તેઓએ કહ્યું કે “હાલમાં એવી સ્થિતિ છે કે પ્લેસમેન્ટ ઓછુ થઈ રહ્યું છે, છત્તાં પણ આઈઆઈટી ખડગપુર પ્લેસમેન્ટ ડ્રાઇવના પહેલા દિવસે 700થી વધુ સાથે ટોપ પર રહ્યું છે.”