Election Results : MP-રાજસ્થાનમાં ભાજપ દબદબો

ખબરી ગુજરાત રાજકારણ રાષ્ટ્રીય

Election Results : 5 વિધાનસભા ચૂંટણીની (Assembly Election) મતગણતરી આજે રવિવારે 3 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં સવારથી જ મતગણતરી શરૂ છે. હાલ મધ્યપ્રદેશમાં ભાજપ, રાજસ્થાન અને છત્તિસગઢમાં કોંગ્રેસ અને તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિ એટલે કે કે. ચંદ્રશેખર રાવની સરકાર છે. જો કે આજે સાંજે સુધીમાં ક્યા રાજ્યમાં કોની સરકાર બનેશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

આ પણ વાંચો : 3 December : જાણો, આજનો ઇતિહાસ

મિઝોરમ ની મતગણતરી 4 ડિસેમ્બરે

આપને જણાવી દઈએ કે ચૂંટણી કમિશન શુક્રવારે જ સ્પષ્ટ કરી દીધુ હતુ. કે 3 ડિસેમ્બરના રોજ મિઝોરમ વિધાનસભાની મતગણતરી કરવામાં નહિ આવે. ચૂંટણી કમિશન અનુસાર હવે મિઝોરમ વિધાનસભા ચૂંટણીની મતગણતરી 4 ડિસેમ્બરે થશે.

રાજસ્થાનમાં ભાજપ આગળ

ઈલેક્શન કમિશનનની સાઈટ મુજબ રાજસ્થાનમાં ભાજપ લીડ કર રહ્યું છે. ભાજપ 97 સીટ પર લીડ કરી રહ્યું છે. તો કોંગેસ બીજા નંબરે છે. કોંગ્રેસ રાજસ્થાનમાં 68 સીટ પર લીડ કરી રહ્યું છે. જ્યારે અન્ય પાર્ટીઓ 15 સીટોથી આગળ છે. રાજસ્થાનમાં કુલ 199 વિધાનસભાની બેઠકો છે. જ્યારે સરકાર બનાવવા માટે 100 સીટની જરૂર હોય છે.

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ કંગાળ

મધ્યપ્રદેશ વિધાસભા ચૂંટણીની શરૂઆતી મતગણતરીમાં કોંગ્રેસની સ્થિતિ કંગાળ જેવી છે. મધ્યપ્રદેશમાં ભાજપ આગળ છે. જ્યારે કોંગ્રેસ બીજા નંબર પર લિડ કરી રહી છે. મધ્યપ્રદેશ વિધાનસભાની કુલ 230 સીટ છે. જ્યારે અહી સરકાર બનાવવા માટે કોઈપણ પાર્ટીને 116 સિટ પર જીત નોંધવી પડે. સવારના દસ વાગ્યા સુધીમાં ભાજપ 97 સીટ પર કોંગ્રેસ 37 સીટ પર અને અન્ય પાર્ટી 4 સીટ પર આગળ છે.

છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર

છત્તસગઢ વિધાનસભા પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. 90 વિધાનસભા સીટ ધરાવતા છત્તીસગઢમાં સરકાર બનાવવા માટે 46 સિટ પર જીત નોંધાવી પડે છે. ત્યારે શરુઆત મતગણતરી અનુસાર છત્તીસગઢમાં કોંગ્રેસ 18 સીટ અને ભાજપ 23 સીટ પર આગળ છે.

તેલંગાણામાં કોંગ્રેસનો દબદબો

તેલંગાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતની વલણ જોઈએ તો સવારના 10 વાગ્યા સુધીમાં અહીં કોંગ્રેસ પાર્ટી 38 સિટોથી આગળ ચાલી રહી છે. જ્યારે બીએચઆરએસ પાર્ટી 23 સીટોથી આગળ છે. ભાજપ 2 સીટથી લિટ કરી રહ્યું છે. તેલંગાણા વિધાનસભામાં 119 બેઠકો છે. જ્યારે રાજ્યમાં સરકાર બનાવવા માટે કોઈપણ પાર્ટીએ 60 સીટો પર જીત મેળવવી જરૂરી બની જાય છે.