હવે ધાર્મિક ગ્રંથનું અપમાન કરનારની ખેર નહી, અહીં બન્યો કાયદો

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

યુરોપીયન દેશ ડેનમાર્કે ઈસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનને સળગાવાની ઘટનાઓને જોતા ગુરુવારે સંસદમાં એક કાયદો પસાર કરી કુરાન સળગાવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ કાયદા અનુસાર કુરાન સહિત ધાર્મિક ગ્રંથો સાથે ખરાબ વ્યવહારને અપરાધ માનવામાં આવ્યો છે. યુરોપીયન દેશ સ્વીડનની જેમ ડેનમાર્કમાંથી પણ કુરાનને સળગાવા અને તેનું અપમાન કરવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. જેને લઈ મુસ્લિમ દેશોમાં ભારે આક્રોશ પેદા થયો હતો.

આ પણ વાંચો : 14મી કન્વેન્શન્‍સ ઇન્ડિયા કોન્‍ક્લેવનો સીએમ પટેલે કરાવ્યો પ્રારંભ

PIC – Social Media

ધર્મ વિશેષ સાથે સંબંધિત કોઈપણ ધાર્મિક પુસ્તકના અપમાનને પ્રતિબંધિત કરનાર બિલને 179માંથી 94 સાંસદોનો ટેકો મળ્યો છે. 77 સાંસદોએ બિલના વિરોધમાં પોતાનું મતદાન કર્યું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ન્યાય મંત્રી પીટર હમ્મેલ્ગાર્ડે નિવેદન આપતા કહ્યું, કે આપણે ડેનમાર્ક અને પોતાના લોકોની સુરક્ષા કરવી જોઈએ. એટલા માટે મહત્વનું છે કે હવે આ પ્રકારના અપમાન વિરુદ્ધ વધુ સારી સુરક્ષા મળે.

કાયદો પસાર થવાથી હવે ડેનમાર્કમાં કુરાન કે કોઈપણ ધાર્મિક ગ્રંથને ફાડવા, સળગાવા કે જાહેરમાં તેનું અપમાન કરવું કે વાયરલ કરવા માટે તેનો વિડિયો બનાવવો પ્રતિબંધિત છે. જે લોકો આ કાયદાનું ઉલ્લંઘન કરશે તેને 2 વર્ષની જેલ અને દંડ થઈ શકે છે.

કુરાન સળગાવવાની ઘટનાઓને લઈ ઈસ્લામિક દેશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેને લઈ સાઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત, તુર્કી, ઈરાક સહિતના ઈસ્લામિક દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : આ છે દેશની પ્રસિદ્ધ મહિલા કથાવાચકો

જુલાઈ મહિનામાં કુરાન સળગાવાની ઘટનાના વિરોધમાં પ્રદર્શનકારીઓને ઈરાકની રાજધાની બગદાદ સ્થિત ડેનમાર્કના દુતાવાસ પર હુમલો કરાવાનો પ્રયાસ કર્યો હતો. બગડતી સુરક્ષા સ્થિતિને જોતા ડેનમાર્કે પોતાની સીમા સુરક્ષાને વધારી દીધી હતી. પરંતુ ફરી 22 ઓગસ્ટે સ્થિતિ સામાન્ય કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય પોલીસના આંકડાઓ અનુસાર, આ વર્ષે 21 જુલાઈ થી 24 ઓક્ટોબર દરમિયાન ડેનમાર્કેમાં 483 ધાર્મિક પુસ્તકો અને ઝંડાઓ સળગાવાના કેસ દાખલ થયા છે.