સૌરાષ્ટ્ર પંથકમાં વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ

ખબરી ગુજરાત ગુજરાત

Unseasonal Rains in Gujarat : હવામાન વિભાગ (Meteorological Department)ની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર (Saurashtra) પંથકમાં વહેલી સવારથી ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ (Rain) વરસવાનો શરૂ થયો છે. મળતી માહિતી પ્રમાણે ધારીના ગીર પંથક (Dhari Gir)માં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો. તો બીજી બાજુ જુનાગઢમાં પણ વહેલી સવારથી ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થયું છે. એક બાજુ કમોસમી વરસાદ (Unseasonal Rain)ને કારણે ખેડુતોમાં ચિંતા છે. તો બીજુ બાજુ જુનાગઢ (Junagadh)માં પરિક્રમાર્થીઓ હજુ જંગલમાં હોવાથી તેઓને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

Kochi : CUSAT યુનિવર્સિટીના મ્યુઝિક શૉમાં નાસભાગ, 4ના મોત

PIC – Social Media

સૌરાષ્ટ્ર પંથકમાં વહેલી સવારથી વરસાદ શરૂ

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો અને હળવા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈ હાલ સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી શરૂ થયો છે. જુનાગઢમાં હાલ પરિક્રમાં શરૂ છે તે દરમિયાન જ વરસાદ થતા પરિક્રમાર્થિને હાલાકી પડી શકે છે તો બીજી બાજુ ખેડુતોના પાકને નુકસાન થવાની ભીંતિ સેવાઈ રહી છે.

25થી 27 તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તારીખ 25થી 27 નવેમ્બર સુધી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં તીવ્ર માવઠાની સંભાવના વ્યક્ત કરવામા આવી હતી. જેમાં જણાવાયું હતુ કે આ વિસ્તારમાં 2 માંડી 3 ઈંચ સુધી વરસાદ વરસી શકે છે. ત્યાર બાદ 4 થી 5 ડિગ્રી તાપમાનનો પારો ગગડશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. ઉપરાંત આજે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

રાજ્યના હવામાન વિભાગની માહિતી અનુસાર આજે રવિવારે છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર-સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.