રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતીઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જૂનાગઢ (Junagadh) સંચાલિત જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2023-24નું આયોજન

બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2023-24માં ભાગ લેવાની ઉમદ્દા તક, આ રીતે કરો અરજી

ખબરી ગુજરાત ગુજરાત

Sports News: રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતીઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જૂનાગઢ (Junagadh) સંચાલિત જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2023-24નું આયોજન (Child Talent Search Competition 2023-24) કરવામાં આવનાર છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જેમાં ભાગ લેવા ઇચ્છુક 7થી 13 વર્ષના બાળકો બે વયજુથ 7થી 10 વર્ષ અ-વિભાગ તથા 11 થી 13 વર્ષના બ-વિભાગમાં અને 7થી 13 વર્ષના ખુલ્લા વિભાગમાં ભાગ લઇ શકશે.

વકતૃત્વ, નિબંધ, દોહા-છંદ-ચોપાઇ, લોકવાર્તા, સર્જનાત્મક કારીગીરી, ચિત્રકલા, લગ્નગીત, લોકવાદ્ય સંગીત, એકપાત્રીય અભિયન, લોકગીત, ભજન, સમુહગીત અને લોકનૃત્ય સ્પર્ધાનો સમાવેશ થયેલ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ શાળા મારફત ભાગ લેવાનો રહેશે. આ સ્પર્ધાના નિયત ફોર્મ જે તે પ્રાથમિક શાળા અથવા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી અથવા ફેસ બુક આઈ.ડી. Dydo Junagadhcity પરથી મળી શકશે.

આ પણ વાંચો: મકાન, દુકાન ભાડે આપતા પહેલા પોલીસને નહિ કરો જાણ, તો ગણવા પડશે જેલના સળિયા

વધુ માહિતી માટે કચેરીના સંપર્ક નં. 0285 2630490 પર સંપર્ક કરવો. આ સ્પર્ધાના નિયત ફોર્મ તા.27/12/2023 સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, બ્લોક નં. 01, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ ખાતે એન્ટ્રી ફોર્મ રૂબરૂ પહોચાડવાના રહેશે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.