ભાડે આપેલ મકાન કે અન્ય એકમની વિગત, ભાડુઆતની ઓળખાણ પોલીસ સ્ટેશનમાં રજૂ કરવી ફરજિયાત

Junagadh: મકાન, દુકાન ભાડે આપતા પહેલા પોલીસને નહિ કરો જાણ, તો ગણવા પડશે જેલના સળિયા

ખબરી ગુજરાત ગુજરાત

Junagadh: જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ મકાન, ઔદ્યોગિક એકમ, ઓફિસ, દુકાન, ગોડાઉન અને કોલ્ડસ્ટોરેજના માલિક સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જાણ કર્યા સિવાય કોઈને મકાન ભાડે આપે શકાશે નહીં. એ માટેનું જૂનાગઢ જિલ્લા અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જૂનાગઢ જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં પરપ્રાંતના માણસો કામધંધા અર્થે આવે છે. આવા સંજોગોમાં ત્રાસવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કોઈ વ્યક્તિ સ્થાનીકે ભાડેથી મકાન કે અન્ય એકમ લઈ સ્થાનિક માણસો સાથે ભળી જઈ બદ ઈરાદો પાર ન પાડે તે માટે જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીની પગલા આવશ્યક જણાય છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લા અધિક કલેક્ટર પી.જી. પટેલ દ્વારા તેમને મળેલ સત્તાની રૂ એ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામાં મુજબ જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈ મકાન માલિક અગર તો આ માટે આવા મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિ જ્યારે મકાન, ઔદ્યોગિક એકમ, ઓફિસ, દુકાન, ગોડાઉન, કોલ્ડસ્ટોરેજ ભાડે આપે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને ભાડેથી આપી શકશે નહીં.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ભાડે આપેલ મકાન કે અન્ય એકમની વિગત ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆત અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની આળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી નજીકના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.

આ પણ વાંચો: જાણો ગુજરાતમાં કેટલા હેક્ટરમાં થયું રવિ પાકનું વાવેતર?

આ જાહેરનામાનો તાત્કાલિક અસરથી તા.13/02/2024 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.