Jagdish, Khabri Media Gujarat
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સૌરાષ્ટ્રમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંય વરસાદી ઝાપટા પડ્યાં છે. હવામાન વિભાગે તા. 9 અને 10 નવેમ્બર સુધી સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરી હતી. ત્યારે આજે બપોર બાદ જુનાગઢના માળિયા હાટિનામાં કમોસમી વરસાદ પડ્યો છે.
આ પણ વાંચો : ચાલો, આ દિવાળીએ આપણાં ઘરમાં ઉજાસ પાથરનારના ઘરનો અંધકાર કરીએ દૂર
મળતી માહિતી અનુસાર, જુનાગઢ જિલ્લાના માળિયા હાટિનાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બપોર બાદ માળીયા હાટિનામાં વાતારણમાં એકાએક પલ્ટો આવ્યો છે.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
વાદળછાંયા વાતારવણ વચ્ચે ભારે ઉકળાટ બાદ મુસળધાર વરસાદ વરસી જતા માળિયા હાટિનાની બજારોમાં પાણી વહેતા થઈ ગયા હતા. ત્યારે બીજી બાજુ માવઠું થતા ખેડુતોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. માળિયા હાટિનાના અનેક ગામોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક નુકાસાનની ભિંતી પણ સેવાઈ રહી છે. સૌરાષ્ટ્ર સાથે દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું થયું હોવાના સમાચાર મળી રહ્યાં છે. ડાંગના સાપુતારામાં કમોસમી વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે MPs/MLAs સામેના ફોજદારી કેસો અંગે માર્ગદર્શિકા કરી જારી
રાજ્યમાં બપોર બાદ અચનાક આવેલા વાતાવરણના પલટાને કારણે ખેડૂતોને પણ પાકમાં નુકસાન થવાનો ભય છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગમી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર 9 થી 10 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.