Vishakhapatnam : સ્કુલ રિક્ષા અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, જુઓ CCTV

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Jagdish, Khabri Media Gujarat

Vishakhapatnam Accident CCTV : આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ (Vishakhapatnam)માં એક ભયંકર અકસ્માત (Accident)ની ઘટના સામે આવી છે. રૂંવાડા ઊભા કરી દેતા અકસ્માતના સીસીટીવી (CCTV) હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ (Viral Video) થઈ રહ્યાં છે. આ ઘટના વિશાખાપટ્ટનમના સંગમ સરથ થિએટર પાસેની છે. જ્યાં એક સ્કુલ રિક્ષા અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતાં 8 બાળકો ઈજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો : મોરબીમાં કાળમુખા ટ્રકે પરિવાર કર્યો વેર વિખેર, 3 લોકોના મોત

મળતી માહિતી અનુસાર, વિશાખાપટ્ટનમના સંગમ સરથ થિએટર પાસે બુધવારે સ્કુલેથી બાળકો ઓટો રિક્ષા રોડ ક્રોસ કરી રહી હતી. તે દરમિયાન ટ્રક અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો ફૂલ સ્પીડમાં હોય સ્કુલ રિક્ષાનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ સમગ્ર ઘટનાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : કળિયુગમાં મનુષ્યનું આયુષ્ય ઘટીને માત્ર 20 વર્ષ થશે

52 સેકન્ડમાં વિડિયોમાં કંપારી છોડાવી દેતા દ્રશ્યો જોવા મળે છે. વિડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે સ્કુલ રિક્ષા અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થાય છે. ટક્કર બાદ સ્કુલ રીક્ષા ઉછળીને પલટી મારી જાય છે. ત્યાર બાદ કેટલાક લોકો ઘાયલ બાળકોની મદદે દોડી આવે છે. તેમજ બાળકોને બચાવવાનો પ્રયાસ કરે છે.