ચલો દિલ્હી : ભભૂક્યો ખેડૂતોનો રોષ, ઈન્ટરનેટ બંધ, કલમ 144 લાગુ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Kisan Delhi March : ખેડૂતોએ દિલ્હી કૂચનું એલાન કરી દીધુ છે. તે પહેલા હરિયાણા સરકારે સાત જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે અને પંચકુલામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : 12 પાસ માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, જાણો ક્યારે કરી શકશો અરજી

PIC – Social Media

Kisan Delhi March : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ખેડૂતોએ ફરી એક વાર પોતાની માંગોને લઈ દિલ્હી કૂચનું (Delhi March) એલાન કર્યું છે. તેને લઈ હરિયાણાની (Haryana) ખટ્ટર સરકારે 7 જિલ્લામાં ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે પંચકુલમાં કલમ 144 લાગુ કરી લેવામાં આવી છે. પંચકુલા (Panchkula) ડીસીપી સુમેર સિંહ પ્રતાપ અનુસાર, પગપાળા, ટ્રેક્ટર ટ્રોલી કે અન્ય વાહનો સાથે રેલી, પ્રદર્શન, માર્ચ પાસ્ટ કાઢવી કે કોઈપણ પ્રકારના હથિયાર લઈ જવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. જણાવી દઈએ કે કિસાન સંગઠનોએ 13 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચનું એલાન કર્યા બાદ ખેડૂતોને રોકવા માટે દિલ્હી દ્વારા પંજાબ-હરિયાણા હદ વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરાઈ

પંજાબ-હરિયાણાની સરહદો આંશિક રીતે સીલ કરી દેવામાં આવી છે. બેરીકેટ્સ, પથ્થરો, રેતી ભરેલા ટીપર અને કાંટાળા તાર લગાવીને સરહદો બંધ કરી દેવામાં આવી છે. આ સાથે અર્ધલશ્કરી દળોને પણ તહેનાત કરવામાં આવ્યા છે. અગાઉ શનિવારે હરિયાણાના ડીજીપી શત્રુજિત કપૂર, પોલીસ મહાનિરીક્ષક (અંબાલા રેન્જ) સિવાસ કવિરાજ અને અંબાલાના પોલીસ અધિક્ષક જશનદીપ સિંહે ખેડૂતોની સૂચિત કૂચને ધ્યાનમાં રાખીને અંબાલા નજીક શંભુ સરહદની મુલાકાત લીધી હતી. બોર્ડર સીલ કરવાની સાથે ટ્રાફિક એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. પંજાબ અને હરિયાણાના મુખ્ય માર્ગો પર સંભવિત ટ્રાફિક વિક્ષેપની સંભાવનાને ધ્યાનમાં રાખીને હરિયાણા પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે. આ દરમિયાન એવું પણ કહેવામાં આવ્યું છે કે 13 ફેબ્રુઆરીએ જ્યારે ખૂબ જ જરૂરી કામ હોય તો જ બહાર નીકળવું.

PIC – Social Media

હરિયાણામાં અમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે હરિયાણા સરકારની કડકાઈ પર નિવેદન જાહેર કરીને કહ્યું કે, એક તરફ સરકાર અમને વાતચીત માટે આમંત્રણ આપી રહી છે, તો બીજી તરફ હરિયાણામાં અમને ડરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. બોર્ડર સીલ કરવામાં આવી રહી છે.” કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. શું સરકારને ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો અધિકાર છે? આવી સ્થિતિમાં સકારાત્મક વાતાવરણમાં વાતચીત થઈ શકે નહીં. સરકારે તાત્કાલિક ધ્યાન આપે.”

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઈન્ટરનેટ અને એકસાથે અનેક SMS મોકલવા પર પ્રતિબંધ

તમને જણાવી દઈએ કે હરિયાણા સરકારે શનિવારે 13 ફેબ્રુઆરીએ ખેડૂતોની પ્રસ્તાવિત ‘દિલ્હી ચલો’ કૂચ પહેલા સાત જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ અને બહુવિધ SMS (સંદેશા) મોકલવા પર પ્રતિબંધ મૂક્યો હતો. એક સત્તાવાર આદેશ અનુસાર, અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસા જિલ્લામાં 11 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યાથી 13 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11.30 વાગ્યા સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ રહેશે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાએ પાકના લઘુતમ ટેકાના ભાવ (MSP) અંગે કાયદો બનાવવા સહિત વિવિધ માંગણીઓને લઈ કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા માટે 13 ફેબ્રુઆરીએ 200થી વધુ કિસાન યુનિયનના સમર્થન સાથે “દિલ્હી ચલો માર્ચ”ની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : 11 February : જાણો, આજનો ઈતિહાસ

શું છે ખેડૂતોની માંગ?

એમએસપી માટે કાયદાકીય ગેરંટી, સ્વામીનાથન કમિશનની ભલામણોનો અમલ, ખેડૂતોની લોન માફી, ખેડૂતો પર નોંધાયેલા કેસો પાછા ખેંચવા, લખીમપુર ખેરી હિંસાનો ભોગ બનેલાઓને ન્યાય ખેડૂતોની મુખ્ય માંગણીઓ છે.