જીલ્લા પંચાયતની પશુપાલન શાખાના ઉપક્રમે પશુ દવાખાના નખત્રાણા દ્વારા તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું (Animal husbandry camp) આયોજન નખત્રાણા

Bhuj News: નખત્રાણા ખાતે તાલુકાકક્ષાની પશુપાલન શિબિર યોજાઈ

ખબરી ગુજરાત ગુજરાત

Bhuj News: કચ્છ (Kutch) જીલ્લા પંચાયતની પશુપાલન શાખાના ઉપક્રમે પશુ દવાખાના નખત્રાણા દ્વારા તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું (Animal husbandry camp) આયોજન નખત્રાણા તાલુકાનાં રામપર (પિયોણી) ગામે કરવામાં આવ્યુ હતું. જેનો આજુબાજુનાં ગામોનાં પશુપાલકોએ બહોળા પ્રમાણમાં લાભ લઈ પશુપાલનને લગતી અદ્યતન માહિતી મેળવી હતી. શિબિરની સાથે પશુપાલન શાખા અને સરહદ ડેરી દ્વારા પ્રદર્શન સ્ટોલ્સ પણ ગોઠવવામાં આવ્યા હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

દીપ પ્રાગટ્ય સાથે શિબિરને ખુલ્લી મુકતાં અબડાસા વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પશુપાલકોને વ્યવસાયલક્ષી અભિગમ અપનાવવા, ઓછા પણ સારી દૂધ ઉત્પાદન ક્ષમતા વાળા પશુઓ રાખવા અને રખડતા નર વાછરડાઓનું ખસીકરણ કરાવી લેવા અનુરોધ કર્યો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

નાયબ પશુપાલન નિયામક ડો. હરેશ ઠક્કર દ્વારા પશુધન અને દુધ ઉત્પાદન અંગેની માહિતી આપી પશુ સંવર્ધન બાબતે વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું. વેટરનરી પોલોક્લિનિકનાં ડૉ. ગિરિશ પરમાર, પશુરોગ સંશોધન કચેરીનાં ડૉ. ચૌહાણ, ડૉ.કુલીન પટેલ, ડૉ.આગલોડીયા, સરહદ ડેરીનાં ડૉ.પંડ્યાએ પશુપાલકોને પશુઓમાં થતા વિવિધ રોગો, રસીકરણ, પશુ પોષણ, પશુ માવજત, કૃત્રિમ બીજદાન, એમ્બ્રિયો ટ્રાન્સસફર ટેકનોલોજી વગેરે મુદ્દાઓ પરત્વે માર્ગદર્શન આપ્યું હતું.

હરીસિંહ રાઠોડ, ગામના સરપંચ બુધાભાઈ રબારી, કરમશીભાઇ પટેલ, પુરૂષોત્તમભાઈ, ખીમજીભાઈ, પૂર્વ સરપંચ ભગવતીબેન, જલાભાઈ, લક્ષ્મણભાઈ વગેરેએ હાજરી આપી હતી.

આ પણ વાંચો: જૂનાગઢમાં આ સ્થળોએ નહિ ઉડાવી શકાય ડ્રોન કે એરક્રાફ્ટ સિસ્ટમ

શિબિરનું આયોજન નખત્રાણા પશુ દવાખાનાનાં ડૉ. હાર્દિક શર્મા તેમજ ડી.એમ.એફ. નાં ડૉ.ચાવડા અને નખત્રાણા તાલુકાની પશુપાલન ટીમ દ્વારા કરાયેલ હતું. આભારવિધિ ઈશ્વરભાઈએ કરી હતી.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.