Ayodhyaમાં 22 જાન્યુઆરીએ તમામ હોટલોનું પ્રિ બુકિંગ રદ્દ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Ayodhya Ram Mandir : ઉત્તર પ્રદેશ સરકારે એક સમીક્ષા બેઠક બાદ અયોધ્યામાં 22 જાન્યુઆરી માટે તમામ હોટલ અને ધર્મશાળા વગેરેમાં પ્રિ-બુકિંગ રદ્દ કર્યું છે.

આ પણ વાંચો : પત્ની સાથે મારામારીના આરોપમાં વિવેક બિન્દ્રા ભરાયા, FIR દાખલ

PIC – Social Media

ઉત્તર પ્રદેશ સરકારે એક સમીક્ષા બેઠક બાદ અયોધ્યામાં 22 જાન્યુઆરી માટે તમામ હોટલ અને ધર્મશાળા વગેરેમાં પ્રિ-બુકિંગ રદ્દ કર્યું છે. ઉત્તર પ્રદેશ સરકારે જણાવ્યું, કે શ્રી રામ મંદિર ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠાનો લાભ લેવા દેશ વિદેશથી ઘણાં શ્રદ્ધાળુ, સાધુ સંતો, નેતાઓ અને રામ ભક્તો પહોંચશે. એવામાં વીવીઆઈપી સુરક્ષાને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

23 જાન્યુઆરીએ શરૂ થનાર પૂજા માર્ચ સુધી ચાલશે

અયોધ્યામાં શ્રી રામ (Ayodhya Ram Mandir) જન્મભૂમિના ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું છે કે અભિષેક પૂજા બાદ રામ મંદિર પરિસરમાં 23 જાન્યુઆરીથી 48 દિવસ સુધી પૂજા કરવામાં આવશે. આ 48 દિવસની પૂજાને મંડલ પૂજા કહેવામાં આવે છે. આ પૂજા અહીં 23 જાન્યુઆરીથી શરૂ થશે અને માર્ચ સુધી ચાલશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ પૂજા રામ મંદિર ટ્રસ્ટના સભ્ય વિશ્વ તીર્થ પ્રપન્નાચાર્યના નેતૃત્વમાં થશે. રાયે કહ્યું છે કે સત્તાવાર લોકો આ પૂજા કરાવશે. અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર અભિષેક માટે તૈયાર છે. ભગવાન રામ પોતાના મંદિરમાં બિરાજમાન થશે તેનો ઉત્સાહ દેશભરમાં જોવા મળી રહ્યો છે.

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે. તે માટે 12.20 મિનિટનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અભિજીત મુહૂર્તમાં યોજાશે. આ માટે અયોધ્યામાં ખૂબ જ ઝડપથી નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઉદ્ઘાટન સમારોહની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. આ કાર્યક્રમમાં દેશના પીએમ નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. અભિષેકના એક સપ્તાહ પહેલા પૂજનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

રેવલે વિભાગ દ્વારા કરાઈ ખાસ વ્યવસ્થા

ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા અને અયોધ્યામાં આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોને લઈ રેલવે વિભાગ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય રેલવે તરફથી અયોધ્યા ધામ રેલવે સ્ટેશન પર ઉચ્ચસ્તરીય વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી બાજુ રેલવે દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર સ્પેશિયલ ટ્રેન પણ શરૂ કરવામાં આવશે, જેથી દૂરથી આવનાર શ્રદ્ધાળુઓને ભારતીય રેલવે તરફથી શ્રેષ્ઠ સુવિધાઓ આપી શકાય.