પત્ની સાથે મારામારીના આરોપમાં વિવેક બિન્દ્રા ભરાયા, FIR દાખલ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

FIR Against Vivek Bindra : ઈન્ટરનેશન મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા (Vivek Bindra) વિરુદ્ધ પત્ની સાથે મારપીટ કરવા મામલે કેસ દાખલ કરવામા આવ્યો છે. 6 ડિસેમ્બર, 2023માં તેઓએ યાનિકા સાથે લગ્ન કર્યાં અને 14 ડિસેમ્બરે તેઓ વિરુદ્ધ કેસ (FIR) દાખલ થયો. નોઇડા પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ શરૂ છે.

આ પણ વાંચો : ગુજરાતના આ વિસ્તારમાંથી હટી દારુબંધી

PIC – Social Media

ઈન્ટરનેશલ મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા પર હાલ ઇન્ટરનેટ પર ભારે ચર્ચાઈ રહ્યાં છે. ભારતના દિગ્ગજ યુટ્યુબર સંદીપ મહેશ્વરી સાથે તકરારમાં આવ્યાં બાદ વધુ એક વિવાદમાં ફસાયા છે. જી હા વિવેક બિન્દ્રાની મુશ્કેલીમાં વધારો થયો છે. બિઝનેસ ગુરુ તરીકે ઓળખાતા વિવેક બિન્દ્રા વિરુદ્ધ તેની પત્ની સાથે મારપીટના આરોપમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિવેક બિન્દ્રા યુટ્યુબર સાથે એક બિઝનેસમેન પણ છે. 6 ડિસેમ્બર 2023ના રોજ તેઓએ યાનિકા સાથે લગ્ન કર્યા હતા અને 14 ડિસેમ્બરે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કવરામાં આવી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

વિવેક બિન્દ્રા પર આરોપ છે, કે તેઓએ પોતાની પત્નીને ઢોરમાર માર્યો છે. પોલીસનું કહેવું છે કે આ કેસની તપાસ હાલ શરૂ છે. વિવેક તેની પત્ની સાથે મારપીટ કરી રહ્યા હોવાનો વિડિયો પણ સામે આવ્યો છે. ડો. વિવેક બિન્દ્રા પોતાને બિઝનેસ ગુરુ ગણાવે છે. તેની યુટ્યુબ પર ઘણી ચેનલ્સ છે. તેઓ લોકોને માર્કેટિંગ અને બિઝનેસ આઇડિયા વિશે જણાવે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી વિવેક બિન્દ્રા ભારે વિવાદોમાં છે. જેને લઈ સોશિયલ મીડિયા પર તેઓને લઈ ભારે ચર્ચાઓ થઈ રહી છે. થોડા દિવસો પહેલા યુટ્યુબર સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું હતુ જે હજુ શાંત થયું નથી. સક્સેસ ગુરુ તરીકે ફેસમ યુટ્યુબર સંદીપ મહેશ્વરીએ નામ લીધા વગર આરોપ લગાવ્યો હતો કે અમુક લોકો દ્વારા બિઝનેસ સ્કેમ ચાલી રહ્યો છે અને તેઓ તેનો પર્દાફાશ કરશે. જો કે ત્યાર બાદ સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રાએ એક બીજા પર જાહેરમાં આરોપ પ્રતિઆરોપ લગાવાનું શરૂ કર્યું હતુ. હાલ આ મુદ્દો તમામ સોશિયલ મીડિયા પ્લટફોર્મ પર ટ્રેન્ડ કરી રહ્યો છે.