જાણો, ડાયાબિટીસના કેટલા પ્રકાર હોય છે? ક્યો પ્રકાર છે સૌથી ખતરનાક

ખબરી ગુજરાત લાઈફ સ્ટાઈલ

Jagdish, Khabri Media Guajrat

Types Of Diabetes: ડાયાબિટીસ (Diabetes) ની બિમારી વિશ્વ માટે માથાનો દુખાવો બની ગઈ છે. લગભગ તમામ ઉંમરના લોકો ડાયાબિટીસની ઝપેટમાં આવી ગયા છે. ડાયાબિટીસના લીધે અન્ય બિમારીઓનો ખતરો વધી જાય છે. ડાયાબિટીસ ચાર પ્રકારના હોય છે. પ્રિડાયાબિટીસ, ટાઈપ 1, ટાઈપ 2 અને ગર્ભકાલિન ડાયાબિટીસ. જેમાં ટાઈપ 1 અને 2 વિશે આપણે વધુ સાંભળતા હોઈએ છીએ. આંકડા અનુસાર આખી દુનિયામાં 46.2 કરોડ લોકો ટાઈપ 2 ડાયાબિટીસથી પિડાઈ રહ્યાં છે.

આ પણ વાંચો : જો તમે પણ રેટિંગ જોઈને ઑનલાઈન શોપિંગ કરતા હોય તો સવધાન…!

PIC – Social Media

ડાયાબિટીસ ટાઈપ 1-2

ટાઈપ -1 ડાયાબિટીસ ઓટોઈમ્યુન બિમારી છે. જે અચાનક જ શરીરમાં આવી જાય છે. જો માતા પિતામાંથી કોઈ એક ને પણ ડાયાબિટીસ હોય તો તેનો ખતરો વધી જાય છે. ટાઈપ 2 ડાયાબિટીસ સમય સાથે વિકસિત થાય છે. લાઈફસ્ટાઈલ અને ખોરાક સ્વચ્છંદતા તેમજ જાડાપણું અને કસરત ન કરવી વગેરે તેના મુખ્ય કારણ છે. ડાયાબિટીસની બિમારી કોઈપણ ઉંમરના લોકોને થઈ શકે છે.

ક્યા પ્રકારનું ડાયાબિટીસ વધુ ખતરનાક

ટાઈપ -1 ડાયાબિટીસ, ટાઈપ -2 ની સરખામણીમાં ઓછુ ખતરનાક છે. ટાઇપ-1 ડાયાબિટીસનો ખતરો સંપૂર્ણ રીતે આનુવંશિક છે. બાળકો અને કિશોરોમાં આ બિમારી ફેલાય છે. જ્યારે ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો ખરાબ લાઈફ સ્ટાઈલ અને ખાનપાનના લીધે વધે છે.

આ પણ વાંચો : કાર્તિક પૂર્ણિમાના દિવસે અહીં ભૂતનો મેળો ભરાય છે

PIC – Social Media

ટાઈપ – 1 અને 2 બંને પ્રકારના ડાયાબિટીસમાં હ્રદયને લગતી સમસ્યા, કિડનીની બિમારી, આંખોને લગતી સમસ્યા, કમજોરી જેવી સમસ્યાઓ રહે છે. ટાઈપ 1 ડાયાબિટીસના દર્દીઓને આખી જિંદગી ઈન્સ્યુલિનના શોટ્સની જરૂરિયાત રહે છે. લાઇફસ્ટાઈલ અને ખોરાકમાં સુધારો કરી ટાઈપ 2 ડાયાબિટીસના ખતરાને ઓછો કરી શકાય છે.

Disclaimer:આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતી કે સામગ્રીનો અમલ કરતા પહેલા ડોક્ટર કે સંબંધિત નિષ્ણાંતની સલાહ જરૂર લેવી.