મોબાઇલ યુઝર્સ માટે આજથી આ મહત્વપૂર્ણ સર્વિસ થશે બંધ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Call forwarding : મોબાઇલ યુઝર્સ માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. વધતા સાઇબર ક્રાઇમ અને ફ્રોડ કોલિંગને લઈ સરકારે મોટો નિર્ણય લીધો છે. આપને જણાવી દઈએ કે 15 એપ્રિલથી કોલ ફોરવર્ડિંગની સર્વિસ બંધ થઈ જશે. આ નિર્ણય વધતા સાઇબર ક્રાઇમ પર અંકુશ લગાવા માટે લેવામાં આવ્યો છે. સરકારે તમામ દુરસંચાર કંપનીઓને 15 એપ્રિલથી કોલ ફોરવર્ડિંગની સર્વિસ બંધ કરવાના નિર્દેશ આપ્યા છે.

આ પણ વાંચો – લાઈવ મેચમાં રોહિત શર્માનું ઉતર્યું પેન્ટ, જુઓ કેવી થઈ રિતિકાની હાલત

PIC – Social Media

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા નિર્દેશ આપવામાં આવ્યાં છે કે ટેલિકોમ કંપનીઓ 15 એપ્રિલે કોલ ફોરવર્ડિંગની સર્વિસ બંધ કરી દે. આ નિર્દેશ USSD પર આધારિત કોલ ફોરવર્ડિંગ માટે જાહેર કરવામાં આવ્યાં છે. તે અંતર્ગત ગ્રાહકોને ઘણા પ્રકારની સુવિધાઓ મળતી હતી. આ સર્વિસનો ઉપયોગ કરવા માટે *401# કોડ ડાયલ કરવો પડતો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આપને જણાવી દઈએ કે USSD કોડ નાના કોડ હોય છે. જેને યુઝર્સ અનેક પ્રકારની સર્વિસ જેવી કે બેલેન્સ ચેક કરવું કે ફોનના આઈએમઈઆઈ નંબર ચેક કરવા માટે પોતાના ફોનમાં ડાયલ કરે છે. DoT તરફથી જણાવાયું હતુ કે આ સર્વિસનો ઘણી જગ્યાએ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેને લઈ ઓથોરિટી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ લાઇસન્સધારી હાલના યુએસએસડી આધારિત કોલ ફોરવર્ડિંગ સર્વિસને 15 એપ્રિલ 2014થી આગામી સુચના સુધી બંધ કરશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો