મોદી સરકારની કાર્યવાહી, તહરિક-એ-હુર્રિયત આતંકી સંગઠન જાહેર

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Tehreek E Hurriyat Ban : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે તહરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તહરીક-એ-હુર્રિયત (Tehreek E Hurriyat) ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું હતુ.

આ પણ વાંચો : Republic Day Parade: રક્ષા મંત્રાલયે ગણતંત્ર દિવસની પરેડમાંથી પંજાબ અને પશ્ચિમ બંગાળની ઝાંખી હટાવવાને લઈને આપ્યો આ જવાબ

PIC – Social Media

કાશ્મીરની અલગતાવાદી પાર્ટી ‘તહરીક-એ-હુર્રિયત'(Tehreek E Hurriyat)ને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ માહિતી આપી છે. અમિત શાહે કહ્યું કે અલગતાવાદી પક્ષ તહરીક-એ હુર્રિયત (TeH)ને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર કાશ્મીરી અલગતાવાદી સંગઠનો સામે સતત કાર્યવાહી કરી રહી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વની સરકાર દ્વારા, ‘તહરીક-એ-હુર્રિયત’ (Tehreek E Hurriyat) વિરુદ્ધ એવા સમયે કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે થોડા દિવસો પહેલા ઘાટીના અન્ય એક સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 27 ડિસેમ્બરે સરકારે મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ જૂથ)ને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. આ સંગઠનનો નેતા મસરત આલમ ભટ ભારત વિરોધી એજન્ડા ચલાવતો હતો. તે પાકિસ્તાનના સમર્થનમાં ઘાટીમાં ગતિવિધિઓ પણ કરી રહ્યો હતો.

ભારતને અલગ કરવાના પ્રયાસો થઈ રહ્યા હતા

અમિત શાહે કહ્યું કે ‘તહેરીક-એ-હુર્રિયત’ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને તેનો ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવાનો હતો. ‘તહરીક-એ-હુર્રિયત’ (Tehreek E Hurriyat) પણ કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપી રહી હતી. તે ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે અમારી સરકારની આતંકવાદને લઈને ઝીરો ટોલરન્સની નીતિ છે. ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ સંગઠનોને તાત્કાલિક ખતમ કરવામાં આવશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

અમિત શાહે શું કહ્યું?

“તહેરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH) ને UAPA હેઠળ ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કરવામાં આવ્યું છે,” કેન્દ્રીય ગૃહ પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું. આ સંગઠન જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાની પ્રવૃત્તિઓમાં સામેલ હતું. આ સંગઠન જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપવા માટે ભારત વિરોધી પ્રચાર કરી રહ્યું છે અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતું.

આ પણ વાંચો : પુતિને PM મોદીને નવા વર્ષ માટે મોકલ્યો શુભેચ્છા સંદેશ, વાંચો શું કહ્યું

અમિત શાહે વધુમાં કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આતંકવાદ પર જીરો ટોલરેન્સની નીતિ હેઠળ, જો કોઈ વ્યક્તિ અથવા સંગઠન ભારત વિરોધી પ્રવૃત્તિમાં સામેલ હશે તો તેને તરત જ નિષ્ફળ કરવામાં આવશે.’ મોદી સરકારે ઘાટીમાંથી આતંકવાદને ખતમ કરવા માટે અલગતાવાદી સંગઠનો સામે સતત કાર્યવાહી કરી છે.