વૈષ્ણોદેવી જતા યાત્રાઓ માટે ઊભી કરાશે ખાસ સુવિધા

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

માં વૈષ્ણાોદેવીના ભક્તો માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે જલ્દી જ ભવન પરિસરમાં શ્રદ્ધાળુઓને અઘરા ચઢાણથી મુક્તિ મળશે. હવે શ્રદ્ધાળુઓને ભવન પરિસરમાં સીધા ચઢાણવાળી સીડીઓ નહિ ચડવી પડે. કેમ કે શ્રી વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ શ્રદ્ધાળુની સુવિધાઓ માટે માં વૈષ્ણો દેવી ભવન પરિસરમાં ગૌરી ભવન વિસ્તારમાં એક્સિલેટરની સુવિધા ઊભી કરી રહ્યું છે.

આ પણ વાંચો – મોદી ફરી પીએમ બને… શખ્સે આપી પોતાની આંગળીની બલિ

PIC – Social Media

સીડી ચઢવાથી મુક્તિ મળશે

આ સાથે ગૌરી ભવન વિસ્તાર અથવા બિલ્ડીંગ કોમ્પ્લેક્ષથી પરંપરાગત માર્ગે પહોંચવા માટે ભક્તોને લગભગ 425 સીડીઓ ચઢવાની જરૂર રહેશે નહીં અને ભક્તોને આ મુશ્કેલ ચઢાણમાંથી મુક્તિ મળશે. તમને જણાવી દઈએ કે ગૌરી ભવન, વૈષ્ણવી ભવન સાથે શ્રાઈન બોર્ડ દ્વારા મા વૈષ્ણો દેવી ભવન સંકુલના ગૌરી ભવન વિસ્તારમાં શ્રદ્ધાળુઓના રહેવા માટે 12 ઝૂંપડીઓ બનાવવામાં આવી છે, જેમાં ચાર બેડ અને છ બેડના રૂમ છે. જ્યારે ગૌરી ભવન અને વૈષ્ણવી ભવનમાં લગભગ 30 ભક્તો માટે રૂમ છે જ્યાં મોટાભાગના ભક્તો મા વૈષ્ણો દેવીની યાત્રા દરમિયાન રોકાય છે.

આ મહત્વના વિસ્તારથી બિલ્ડીંગનું અંતર એકથી દોઢ કિલોમીટર જેટલું છે. પરંતુ બિલ્ડીંગમાં રહીને શ્રદ્ધાળુઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ પરંપરાગત રૂટથી ભવન જનારા ભક્તો હોય કે પછી હેલિકોપ્ટર સેવાનો ઉપયોગ કરીને ભવન પહોંચતા ભક્તો હોય, આ તમામને ઈચ્છા ન હોવા છતાં ભવન સંકુલના બજારમાં પહોંચવા માટે 425 સીડીઓનો ઉપયોગ કરવો પડે છે. આ અંગે ભક્તોને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

ભક્તોને મળશે સુવિધા

શ્રદ્ધાળુઓને સુવિધા આપવા માટે, શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે અત્યાધુનિક એક્સિલરેટર સુધી પહોંચવા માટે સ્વચાલિત સીડીઓ સ્થાપિત કરવાની યોજનાને આખરી ઓપ આપ્યો છે, જેના માટે ટેન્ટરિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો બધું બરાબર રહેશે તો એક વર્ષમાં મા વૈષ્ણો દેવી ભવનમાં ભક્તોને આ આધુનિક સુવિધા ઉપલબ્ધ થશે અને તેનાથી શ્રદ્ધાળુઓને ઘણો લાભ થશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઓટોમેટિક સીડીથી મુસાફરી સરળ બનશે

માં વૈષ્ણોદેવી ભવન પર શ્રદ્ધાળુઓ કોઈપણ મુશ્કેલી વગર પહોંચી શકે તેને ધ્યાને લઈ શ્રાઈન બોર્ડ પ્રસાશન દ્વારા વૈષ્ણોદેવી ભવન ક્ષેત્રમાં અત્યાધુનિક એક્સિલેટરની સુવિધા ઊભી કરવા જઈ રહ્યું છે. જેથી પરંપરાગત માર્ગથી માં વૈષ્ણો દેવી ભવન જતા શ્રદ્ધાળુને મુશ્કેલીનો નહિ પડે અને ભવન પરિસરના ગૌરી ભવન વિસ્તારમાં રોકાણ કરતા શ્રદ્ધાળુઓને પણ રાહત મળશે.