જીતના નશામાં ભાન ભૂલ્યો ઓસ્ટ્રેલિયન ખેલાડી, કરી આ શરમજનક હરકત

ખબરી ગુજરાત રમતગમત

Jagdish, Khabri Media Gujarat

Mitchell Marsh Picture Viral : રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે વર્લ્ડકપ 2023ની ફાઈનલ (World Cup 2023 Final) મેચ રમાઈ હતી. જોકે ભારતના નિરાશાજનક પ્રદર્શનના હિસાબે ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી ફરી વાર વર્લ્ડ પર ઉપાડ્યો હતો. વર્લ્ડ કપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીની એક તસવીર સોશિયલ મીડિયા (Social Media) માં ભારે વાયરલ (Viral post) થઈ રહી છે.

આ પણ વાંચો : ICCની વર્લ્ડ કપ પ્લેઇંગ-11 જાહેર, જાણો ક્યાં ભારતીય ખેલાડીને મળ્યું સ્થાન

PIC – Social Media

વર્લ્ડ કપ 2023ની ફાઈલન ભારત હાર્યુ છે. છત્તા ફેન્સ ભારતીય ખેલાડીઓને સપોર્ટ કરતા જોવા મળી રહ્યાં છે. સતત 10 મેચ જીત્યા બાદ ફાઈનલ હારતા મેદાન પર ભાઉક દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વર્લ્ડ કપ જિત્યાની ખુશીમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ જોરદાર પાર્ટી કરી હતી. જેની એક તસવીર હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાના સપોર્ટમાં ઉતર્યાં બોલિવુડ સ્ટાર્સ, જુઓ શું કહ્યું?

વાયરલ તસવીરમાં પાર્ટી દરમિયાન ઓસ્ટ્રેલિયન ખેલાડીની મિચેલ માર્શ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ રાખી બેઠેલો જોવા મળ્યો હતો. આમ જીતના નશામાં ભાન ભૂલ્યો હોય તેમ આ ખેલાડી જાણતા અજાણતા ટ્રોફીનું અપમાન કરી બેસ્યો હતો. ઓસ્ટ્રેલિયન ખેલાડીની આ શરમજનક હરકતને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ફોટાને સૌપ્રથમ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેઅર કર્યો હતો.

મિચેલ માર્શની આ હરકતને કેટલાક ક્રિકેટ ચાહકો વર્લ્ડ કપ ટ્રોફીનું અપમાન માની રહ્યાં છે. મહત્વનું છે કે ફાઇનલ મુકાબલામાં મિચેલ માર્શ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. તે માત્ર 15 રન બનાવી જસપ્રિત બુમરાહનો શિકાર બન્યો હતો. જો કે માર્શે વર્લ્ડ કપ 2023માં પોતાની બેટિંગ દ્વારા લોકોને પ્રભાવિત કર્યા છે. તેણે 10 ઈનિંગમાં 49ની એવરેજે 441 રન બનાવ્યા છે.