મોદી ફરી પીએમ બને… શખ્સે આપી પોતાની આંગળીની બલિ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Man Sacrificed Finger : કર્ણાટકમાં એક વ્યક્તિએ પીએમ મોદી ત્રીજા કાર્યકાળમાં વડાપ્રધાન બને તેવી પ્રાર્થના કરતા પોતાના હાથની તર્જની આંગળી કાપીને દેવી મહાકાળીને બલિના રૂપે ચઢાવી દીધી…

આ પણ વાંચો – 7 April 2024 : જાણો, આજનું રાશિફળ

Man Sacrificed Finger : દેશમાં પીએમ મોદીના ઘણાં કટ્ટર ચાહકો છે. તેનો અંદાજ આ ઘટના પરથી લગાવી શકાય છે. કર્ણાટકમાં એક વ્યક્તિએ પીએમ મોદી ત્રીજા કાર્યકાળમાં પણ વડાપ્રધાન બને તેવી પ્રાર્થના કરતા પોતાના ડાબા હાથની તર્જની આંગળી કાપીને દેવી મહાકાલીને બલિના રૂપે ચઢાવી દીધી છે. આ વિચિત્ર ઘટના શનિવારે કારવાર શહેરના સોનારવાડા વિસ્તારમાં ઘટી હતી. પીએમ મોદીને સમર્પિત અનુયાયીની ઓળખ અરુણ વર્નેકર તરીકે કરવામાં આવી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

વર્નેકરે પોતાના ઘરે પીએમ મોદીનું એક મંદિર પણ બનાવડાવ્યું છે. એટલુ જ નહિ તે પીએમ મોદીના મંદિરમાં નિયમિત પૂજા પણ કરે છે. પોતાની આંગળી કાપ્યા બાદ તેઓએ પોતાની ઘરની દીવાલો પર લોહીથી લખ્યુ “માં કાલી માતા, મોદી બાબાની રક્ષા કરો.”

તેણે દીવાલ લખ્યુ હતુ કે ‘મોદી બાબા’ ત્રીજીવાર વડાપ્રધાન બનશે. દીવાલ પર ‘મોદી બાબા સૌથી મહાન’ પણ લખેલુ દેખાય છે. મીડિયા સાથે વાત કરતા અરુણ વર્નેકરે કહ્યું કે પીએમ મોદીની સત્તા કેન્દ્રમાં આવ્યાં બાદ ચીન અને પાકિસ્તાનના કારણે થનાર સમસ્યાઓ ખતમ થઈ ગઈ છે.

તેઓએ કહ્યું, પહેલા કાશ્મીરથી આતંકવાદી પ્રવૃતિઓ અને સૈનિકોના મોતના સમાચાર આવતા હતા. પરંતુ હવે વિસ્તારમાં શાંતિપૂર્ણ મહોલ છે. દેશના વિકાસમાં વધુ એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જરૂર છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

અરુણ વર્નેકર પહેલા મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા. હવે તે કારવાર શહેરમાં રહે છે અને પોતાની વૃદ્ધ માતાની સંભાળ રાખે છે. તે અવિવાહિત છે. આ પહેલા 2019માં સામાન્ય ચુંટણી દરમિયાન પણ તેઓએ પોતાની આંગળી કાપવાનો પ્રયત્નો કર્યો હતો. પરંતુ કોઈ કારણસર તે શક્ય થયું નહિ. જોક, આ વખતે તે પોતાની આંગળી કાપવામાં સફળ થઈ ગયા.

નોંધનીય છે કે લોકસભા ચુંટણી માટે 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કાઓમાં મતદાન થનાર છે. પરિણામ 4 મેના રોજ જાહેર થશે. બીજેપી આ વખતે મિશન 400ના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરી છે. જ્યારે બીજેપીનો વિજયરથ રોકવા માટે વિપક્ષી પાર્ટીઓએ INDIA ગઠબંધન બનાવ્યું છે.