સમગ્ર વિશ્વમાં લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિના રક્ષણ અને સંરક્ષણ માટે લોકોને માહિતગાર કરવા તથા જંગલી અને પાળેલા પક્ષીઓને બચાવવાના અભિયાન તરીકે

પક્ષીઓ પ્રત્યે પ્રેમ દર્શાવવાનો દિવસ એટલે 05 જાન્યુઆરી, રાષ્ટ્રીય પક્ષી દિવસ

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

Gujarat Desk: સમગ્ર વિશ્વમાં લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિના રક્ષણ અને સંરક્ષણ માટે લોકોને માહિતગાર કરવા તથા જંગલી અને પાળેલા પક્ષીઓને બચાવવાના અભિયાન તરીકે દર વર્ષે 05મી જાન્યુઆરીના રોજ “રાષ્ટ્રીય પક્ષી દિવસ” (05 January, National Bird Day) ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પર્યાવરણીય મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવા તથા લુપ્ત થવાના આરે રહેલા પક્ષીઓનું અસ્તિત્વ જાળવી શકાય તે માટે પ્લેટફોર્મ અને તક પૂરી પાડે છે. પક્ષીઓ પર્યાવરણ માટે કેટલા જરૂરી છે તેની જાણકારી લોકોને આપવામાં આવે છે.

આ પણ વાંચો: બિનખેતીની અરજીઓના નિકાલમાં રાજકોટ જિલ્લો નંબર વન

સમગ્ર વિશ્વમાં લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિના રક્ષણ અને સંરક્ષણ માટે લોકોને જાગૃત કરવા ઉજવાતો “રાષ્ટ્રીય પક્ષી દિવસ”

આ દિવસ ઉજવવાની સૌ પ્રથમ શરૂઆત વર્ષ 2002માં બૉર્ન ફ્રી યુ.એસ.એ. (Born Free USA) અને એવિયન વેલફેરના ગઠબંધને (Avian Welfare Coalition) કરી હતી.

આ દિવસ એ પક્ષીઓ પ્રત્યે પ્રેમ દર્શાવવાનો ખાસ દિવસ છે. પ્રકૃતિ પ્રેમીઓ, પર્યાવરણવાદીઓ, પક્ષી નિરીક્ષકો અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના લોકો રાષ્ટ્રીય પક્ષી દિવસની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરે છે.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રાષ્ટ્રીય પક્ષી દિવસની (National Bird Day) ઉજવણી આખા વિશ્વમાં કરવામાં આવે છે. રાષ્ટ્રીય પક્ષી દિવસ જુદાં-જુદાં દેશોમાં જુદી-જુદી તારીખે સેલિબ્રેટ કરવામાં આવે છે. ભારતમાં પક્ષી દિવસ “બર્ડમેન ઓફ ઇન્ડિયા” તરીકે ઓળખાતા ભારતીય મહાન પક્ષીવિદ અને પ્રકૃતિવિદ એવા ડૉ. સલીમ અલીના જન્મદિવસ નિમિત્તે 12 નવેમ્બરના રોજ ઉજવાય છે

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત પાસે પક્ષીઓનો વૈવિધ્યસભર વારસો જળવાઈ રહે અને તેનું સંવર્ધન અને રક્ષણ થાય તે માટે 23 અભયારણ્યો અને 04 રાષ્ટ્રીય ઉદ્યાનો કાર્યરત કરાયા છે.

ગુજરાતમાં વન્યજીવ પશુ પક્ષીઓના સંરક્ષણ માટે “વન સાથે જન” જોડીને ગુજરાત સરકાર પરિણામલક્ષી કામગીરી કરી રહી છે, જેના પરિણામે લુપ્ત થવાના આરે પહોંચેલા ચકલી, સુગરી, મેના, મોર, પોપટ જેવા પક્ષીઓમાં વૃદ્ધિ થઈ રહી છે.

રાજ્ય સરકારે પક્ષી બચાવા માટે અનેક અભિયાનો હાથ ધર્યા છે. જેમાં કરૂણા અભિયાન થકી પક્ષીઓનો જીવ ન જાય તે માટે એક ખાસ અભિાયન ચલાવવામાં આવી રહયું છે.

આ માટે દરેક જિલ્લાઓમાં કરૂણા એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે, જે પશુ પક્ષીઓની સારવાર કરે છે. ઉતરાયણ પર્વે નજીક છે ત્યારે “જીવો-જીવવા દો-જીવાડવાની” સંવેદના આ અભિયાન સાથે જોડી પક્ષીઓ પ્રત્યે જીવદયાની નેમ સાકાર કરવા હેતુ રાજ્યભરમાં પક્ષી નિદાન કેન્દ્રો તથા કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

પક્ષીઓનો વૈવિધ્યસભર વારસો જાળવવા ગુજરાતમાં 23 અભયારણ્યો, 04 રાષ્ટ્રીય ઉદ્યાનો

પક્ષીઓના સંરક્ષણ માટે ગુજરાતમાં નળ સરોવર પક્ષી અભયારણ્ય, ગાગા પક્ષી અભયારણ્ય, ખીજડીયા પક્ષી અભયારણ્ય, પોરબંદર પક્ષી અભયારણ્ય, હિંગોળગઢ પક્ષી અભયારણ્ય, વઢવાણ પક્ષી અભયારણ્ય, થોળ પક્ષી અભયારણ્ય, શુલપાણેશ્વર પક્ષી અભયારણ્ય આવેલા છે.

જેમાં રાજકોટ જિલ્લામાં વિંછીયા તાલુકામાં આવેલું હિંગોળગઢ પક્ષી અભયારણ્ય “પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય” તરીકે સુપ્રસિદ્ધ છે. આ અભ્યારણ્યમાં દર વર્ષે હજારો સહેલાણીઓ કુદરતના ખોળે વિહરતા 230થી વધુ પ્રજાતિના અનેકવિધ પક્ષીઓ, પતંગિયાઓને નિહાળવા આવતા હોય છે.

સમયાંતરે યોજાતી “પ્રકૃતિ શિક્ષણ શિબિર” થકી બાળકોને અને લોકોને લુપ્ત થતી પ્રજાતિઓ અને વન્ય પ્રાણીઓ, પક્ષીઓથી માહિતગાર કરી તેનું સંરક્ષણ કરવા સમજ આપવામાં આવે છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ભારતમાં અને ગુજરાતમાં લુપ્ત થતી પ્રજાતિઓનું સંરક્ષણ કરવા માટે અનેક આયોજનો હાથ ધરવામાં આવે છે. લોકોને માહિતગાર કરવા માટે સ્પર્ધાઓ, પ્રાકૃતિક શિક્ષણ શિબિરો સહિત અનેક અભિયાનો થકી પક્ષીઓને સાચવવાના સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.