મધ્ય પ્રદેશ : ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 6ના મોત

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Harda Factory Blast : મધ્ય પ્રદેશમાં ભયંકર દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી છે. આગના કારણે 50થી વધુ ઘરોમાં નુકસાન થયું છે. તેમજ 6 લોકોના મોત થયા છે. જ્યારે 40થી વધુ લોકો દાઝ્યા છે.

આ પણ વાંચો : આ ગામોમાં રાત્રી દરમિયાન બહાર નીકળવા પર પ્રતિબંધ, જાણો રહસ્ય

PIC – Social Media

Harda Factory Blast : મધ્યપ્રદેશના હરદામાં એક ફટાકડાની ફેક્ટરી (Firecracker factory)માં અચાનક ભયંકર વિસ્ફોટ (Blast) થયો હતો, જેમાં 6 લોકોના મોતના અહેવાલ છે જ્યારે 40 જેટલા લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટથી આખું શહેર ધણધણી ગયું છે. વિસ્ફોટ બાદ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ (Fire) લાગી હતી. મળતી માહિતી મુજબ આસપાસના વિસ્તારના લગભગ 50 ઘર આગની લપેટમાં આવી ગયા છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ દોડતા જોવા મળે છે. હાલ 20થી વધુ ઘાયલોને હરદા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. નજીકના જિલ્લાઓમાંથી ફાયર બ્રિગેડના વાહનો પણ હરદા જવા રવાના થયા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મળતી માહિતી મુજબ, મગરધા રોડ પર આવેલી એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં સવારે વિસ્ફોટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાંથી નીકળતી જ્વાળાઓ અને ધુમાડા દૂરથી જોઈ શકાય છે. માહિતી મળ્યા બાદ વહીવટી કર્મચારીઓ સહિત ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે આ ઘટનાની તાત્કાલિક નોંધ લેતા મંત્રી ઉદય પ્રતાપ સિંહ, એસીએસ અજીત કેસરી, ડીજી હોમગાર્ડ અરવિંદ કુમારને હેલિકોપ્ટર દ્વારા હરદા જવાનો નિર્દેશ આપ્યો છે. તે જ સમયે, ભોપાલ અને ઈન્દોરમાં મેડિકલ કોલેજો, ભોપાલમાં એઈમ્સ અને બર્ન યુનિટને પણ જરૂરી તૈયારીઓ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ સિવાય ઈન્દોર અને ભોપાલથી ફાયર બ્રિગેડના વાહનો મોકલવામાં આવી રહ્યા છે અને રાહત કામગીરી માટે વરિષ્ઠ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

હરદા ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગને લઈને નર્મદાપુરમથી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ હરદા મોકલવામાં આવી રહી છે. નર્મદાપુરમથી પણ સ્ટાફ હરદા જવા રવાના થયો છે. સત્તાવાર માહિતી અનુસાર, નર્મદાપુરમથી 6 ફાયર બ્રિગેડ અને 4 એમ્બ્યુલન્સ ડોક્ટરો અને સ્ટાફ સાથે હરદા માટે રવાના થઈ છે.