IPL 2024 Players List : જુઓ, 10માંથી કઈ ટીમ બની વધુ મજબૂત

ખબરી ગુજરાત રમતગમત

IPL 2024 Players List : ઇન્ડિયન પ્રિમીયર લીગ (IPL) 2024નુ મિનિ ઓક્શન મંગળવારે 20 ડિસેમ્બરે દુબઇમાં યોજાઇ ગયું. આ હરાજીમાં 332 ખેલાડીઓ પર બોલી લાગી હતી. પરંતું તમામ 10 ટીમો પાસે માત્ર 77 ખેલાડીઓ માટેના સ્લોટ ખાલી હતા. જેમાં 72 ખેલાડીઓ જ ખરીદાયા, જેમાં 30 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : IPL 2024 Auction: આ 5 વિદેશી ખેલાડીઓ સસ્તામાં વેંચાયા

PIC – Social Media

IPL 2024 Players List : તમામ 10 ટીમોએ 72 ખેલાડીઓ પર 230 કરોડ અને 45 લાખ રૂપિયા ખર્ચ્યા. આ વખતે ઓક્શનમાં ચેન્નઈએ 6, દિલ્હીએ 9, ગુજરાતે 8, કોલકાતાએ 10, લખનઉએ 6, મુંબઈએ 8, પંજાબે 8, રાજસ્થાને 5 અને હૈદરાબાદે 6 ખેલાડીઓ ખરીદ્યા છે.

IPL મિનિ ઓક્શનમાં 8 ટીમોએ પોતાના 25-25 ખેલાડીઓનો કોટા પૂર્ણ કરી લીધો છે. પરંતું કોલકાતાની ટીમમાં માત્ર 23 અને રાજસ્થાનની ટીમમાં 22 ખેલાડીઓ જ છે. પરંતું આ દરમિયાન તમામ ફેન્સના મનમાં એક જ સવાલ હશે કે આખરે હરાજી બાદ કઈ ટીમ મજબૂત થઈ અને કઈ ટીમ નબળી પડી છે. તેનો જવાબ જણાવા ચાલો તમામ 10 ફ્રેન્ચાઈઝીની ટોટલ સ્કોડ નજર કરીએ…

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ચેન્નઇ સુપર કિંગ્સે મિચેલને 14 કરોડમાં ખરીદ્યો

રિટેન કરેલા ખેલાડી : મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન/વિકેટકીપર), મોઈન અલી, દીપક ચહર, ડેવોન કોનવે (વિકેટકીપર), તુષાર દેશપાંડે, શિવમ દુબે, ઋતુરાજ ગાયકવાડ, રાજવર્ધન હંગરગેકર, રવીન્દ્ર જાડેજા, અજય મંડલ, મુકેશ ચૌધરી, મતિષા પથિરાના, અજિંક્ય રહાણે, શેખ રશીદ, મિશેલ સેન્ટનર, સિમરજીત સિંહ, નિશાંત સિંધુ, પ્રશાંત સોલંકી અને મહેશ તિક્ષા.

હરાજીમાં ખરીદેલા ખેલાડી : રચિન રવિન્દ્ર (રૂ. 1.80 કરોડ), શાર્દુલ ઠાકુર (રૂ. 4 કરોડ), ડેરીલ મિશેલ (રૂ. 14 કરોડ), સમીર રિઝવી (રૂ. 8.4 કરોડ), મુસ્તફિઝુર રહેમાન (રૂ. 2 કરોડ) અને અવિનીશ રાવ અરાવેલી (20 લાખ રૂપિયા).

હાર્દિકની કેપ્ટનશિપમાં ઉતરશે મુંબઈ ઇન્ડિયન્સ

રિટેન કરેલા ખેલાડી : હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, શમ્સ મુલાની, નેહલ વઢેરા, જસપ્રિત બુમરાહ, કુમાર કાર્તિકેય, પિયુષ ચાવલા, આકાશ મધવાલ, જેસન બેહરેનડોર્ફ અને રોમારિયો શેફર્ડ

હરાજીમાં ખરીદેલા ખેલાડી : ગેરાલ્ડ કોએટ્ઝી (5 કરોડ), દિલશાન મદુશંકા (4.6 કરોડ), શ્રેયસ ગોપાલ (20 લાખ), નુવાન થષારા (4.8 કરોડ), નમન ધિર (20 લાખ), અંશુલ કંબોજ (20 લાખ), મોહમ્મદ નબી (1.5 કરોડ), શિવાલિક શર્મા (20 લાખ).

બ્રુક અને હોપ દિલ્હી કેપિટલ્સની સ્કોડમાં સામેલ

રિટેન કરેલા ખેલાડી : ઋષભ પંત, પ્રવિણ દૂબે, ડેવિડ વોર્નર, વિક્કી ઓસ્તવાલ, પૃથ્વી શૉ, એનરિક નોર્ત્જે, અભિષેક પોરેલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, લુંગી એનગિડી, લલિત યાદવ, અલિલ અહમદ, મિચેલ માર્શ, ઇશાંત શર્મા, યશ ઢૂલ અને મુકેશ કુમાર.

હરાજીમાં ખરીદેલા ખેલાડી : હેરી બ્રુક (રૂ. 4 કરોડ), ટ્રિસ્ટન સ્ટબ્સ (રૂ. 50 લાખ), રિકી ભુઇ (રૂ. 20 લાખ), કુમાર કુશાગ્ર (રૂ. 7.2 કરોડ), રસિક દાર સલામ (રૂ. 20 લાખ), જ્યે રિચર્ડસન (રૂ. 5 કરોડ), સુમિત કુમાર (રૂ. 1 કરોડ), શાઇ હોપ (રૂ. 75 લાખ) અને સ્વસ્તિક ચિકારા (રૂ. 20 લાખ).

સનરાઇઝર્સ હૈદરાબાદે પેટ કમિન્સને 20.5 કરોડમાં ખરીદ્યો

રિટેન કરેલા ખેલાડી : અબ્દુલ સમદ, અભિષેક શર્મા, એડન માર્કરામ (કેપ્ટન), માર્કો જેન્સન, રાહુલ ત્રિપાઠી, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, સનવીર સિંહ, હેનરિક ક્લાસેન, ભુવનેશ્વર કુમાર, મયંક અગ્રવાલ, ટી નટરાજન, અનમોલપ્રીત સિંહ, મયંક માર્કંડેય, ઉપેન્દ્ર સિંહ યાદવ, ઉમરાન મલિક, નીતિશ કુમાર રેડ્ડી, ફઝલહક ફારૂકી અને શાહબાઝ અહમદ.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

હરાજીમાં ખરીદેલા ખેલાડી : ટ્રેવિસ હેડ (રૂ. 6.8 કરોડ), વાનિન્દુ હસરંગા (રૂ. 1.5 કરોડ), પેટ કમિન્સ (રૂ. 20.5 કરોડ), જયદેવ ઉનડકટ (રૂ. 50 લાખ), આકાશ મહારાજ સિંઘ (રૂ. 20 લાખ) અને જે સુબ્રમણ્યમ (20 લાખ).

ગુજરાત ટાઇટન્સે સ્પિનર્સ પર લગાવ્યો દાવ

રિટેન કરેલા ખેલાડી : શુભમન ગિલ (કેપ્ટન), ડેવિડ મિલર, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવટિયા, મોહમ્મદ શમી, નૂર અહેમદ, આર. સાઈ કિશોર, રાશિદ ખાન, જોશુઆ લિટલ અને મોહિત શર્મા.

હરાજીમાં ખરીદેલા ખેલાડી : અઝમતુલ્લા ઓમરઝાઈ (રૂ. 50 લાખ), ઉમેશ યાદવ (રૂ. 5.80 કરોડ), શાહરૂખ ખાન (રૂ. 7.4 કરોડ), સુશાંત મિશ્રા (રૂ. 2.2 કરોડ), કાર્તિક ત્યાગી (રૂ. 60 લાખ), માનવ સુથાર (રૂ. 20 લાખ), સ્પેન્સર જોન્સન (રૂ. 10 કરોડ) અને રોબિન મિંઝે (રૂ. 3.6 કરોડ).

લખનઉ સુપર જાયન્ટ્સે ખરીદ્યા 6 ખેલાડી

રિટેન કરેલા ખેલાડી : કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, નિકોલસ પૂરન, આયુષ બદોની, કાયલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, કૃણાલ પંડ્યા, યુદ્ધવીર સિંહ, પ્રેરક માંકડ, યશ ઠાકુર, અમિત મિશ્રા, માર્ક વુડ, મયંક યાદવ, મોહસીન ખાન અને દેવદત્ત પડિકલ.

હરાજીમાં ખરીદેલા ખેલાડી : શિવમ માવી (રૂ. 6.40 કરોડ), અર્શિન કુલકર્ણી (રૂ. 20 લાખ), મણિમરણ સિદ્ધાર્થ (રૂ. 2.4 કરોડ), એશ્ટન ટર્નર (રૂ. 1 કરોડ), ડેવિડ વિલી (રૂ. 2 કરોડ) અને મોહમ્મદ અર્શદ ખાન (20 લાખ).

રાજસ્થાન રોયલ્સે શુભમ દૂબેને 5.8 કરોડમાં ખરીદ્યો

રિટેન કરેલા ખેલાડી : સંજુ સેમસન (કેપ્ટન/વિકેટકીપર), જોસ બટલર, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રાયન પરાગ, ડોનોવન ફરેરા, ક્રુણાલ રાઠોડ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ સેન, નવદીપ સૈની, પ્રસિદ્ધ કૃષ્ણ, સંદીપ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા અને અવેશ ખાન.

હરાજીમાં ખરીદેલા ખેલાડી : રોવમેન પોવેલ (રૂ. 7.4 કરોડ), શુભમ દુબે (રૂ. 5.8 કરોડ), ટોમ કોલ્હેર કેડમોર (રૂ. 40 લાખ), આબિદ મુશ્તાક (રૂ. 20 લાખ) અને નાન્દ્રે બર્જર (રૂ. 50 લાખ).

કોલકાતા નાઇટ રાઇડર્સે સ્ટાર્ક માટે લગાવી ઐતિહાસિક બોલી

રિટેન કરેલા ખેલાડી : નિતિશ રાણા, રિંકુ સિંહ, રહમનતુલ્લાહ ગુરબાજ, શ્રેયસ અય્યર, જેસન રોય, સુનિલ નરેન, સુયશ શર્મા, અનુકુલ રોય, આંદ્રે રસેલ, વેંકટેશ અય્યર, હર્ષિત રાણા, વૈભવ અરોડા અને વરુણ ચક્રવર્તી.

હરાજીમાં ખરીદેલા ખેલાડી : કેએસ ભરત (50 લાખ), ચેતન સાકરિયા (50 લાખ), મિચેલ સ્ટાર્ક (24.75 કરોડ), અંગકૃષ્ણ રઘુવંશી (20 લાખ), શ્રીકર ભરત (50 લાખ), રમનદીપ સિંહ (20 લાખ), શેરફેન રદરફોર્ડ (1.5 કરોડ), મનિષ પાંડે (50 લાખ), મુજબીર ઉર રહેમાન (2 કરોડ), ગસ એટકિંસન (1 કરોડ) અને શાકિબ હુસૈન (20 લાખ).

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે લગાવ્યો અલઝારી જોસેફ પર દાવ

રિટેન કરેલા ખેલાડી : ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી, રજત પાટીદાર, અનુજ રાવત, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મનોજ ભંડાગે, મયંક ડાગર (વેપાર), વિષક વિજય કુમાર, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ, રીસ ટોપલી, હિમાંશુ શર્મા, રાજન કુમાર અને કેમેરોન ગ્રીન.

આ પણ વાંચો : તમારે જે સાંભળવું પડ્યું, તે હું 20 વર્ષથી સહન કરી રહ્યો છું – PM મોદી

હરાજીમાં ખરીદેલા ખેલાડી : અલઝારી જોસેફ (રૂ. 11.50 કરોડ), યશ દયાલ (રૂ. 5 કરોડ), ટોમ કુરાન (રૂ. 1.5 કરોડ), લોકી ફર્ગ્યુસન (રૂ. 2 કરોડ), સ્વપ્નિલ સિંઘ (રૂ. 20 લાખ) અને સૌરવ ચૌહાણ (20 લાખ).

પંજાબ કિંગ્સે હરાજીમાં ખરીદ્યા 8 ખેલાડીઓ

રિટેન કરેલા ખેલાડી : શિખર ધવન (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, પ્રભસિમરન સિંહ (વિકેટકિપર), જિતેશ શર્મા (વિકેટકિપર), સિકંદર રજા, ઋષિ ધવન, લિયામ લિવિંગસ્ટન, અથર્વ તાઇડ, અર્શદીપ સિંહ, નાથન એલિસ, સેમ કરન, કગિસો રબાડા, હરપ્રિત બરાર, રાહુલ ચહર, હરપ્રિત ભાટિયા, વિદવથ કવેરપ્પા અને શિવમ સિંહ.

હરાજીમાં ખરીદેલા ખેલાડી : હર્ષલ પટેલ (રૂ. 11.75 કરોડ), ક્રિસ વોક્સ (રૂ. 4.20 કરોડ), આશુતોષ શર્મા (રૂ. 20 લાખ), વિશ્વનાથ પ્રતાપ સિંહ (રૂ. 20 લાખ), શશાંક સિંહ (રૂ. 20 લાખ), તનય થિયાગરાજન (રૂ. 20 લાખ), પ્રિન્સ ચૌધરી (રૂ. 20 લાખ) અને રિલે રૂસો (રૂ. 8 કરોડ).