Paytm પર સંકટને લઈ કર્મચારીઓનું શું થશે? CEOએ શું કહ્યું…

ખબરી ગુજરાત બિઝનેસ

Paytm Crisis : પેટીએમના ફાઉન્ડર અને સીઈઓ વિજય શેખર શર્માએ કથિત રીતે ટાઉનહોલમાં કહ્યું, કે હકીકતમાં શું ખોટું થયું તે વિશે સંપૂર્ણ ખાતરી નથી, પરંતુ ટૂંક સમયમાં બધું જ ઉકેલાઈ જશે.

આ પણ વાંચો : ભારતની ઘાતક મિસાઈલ RudraM-2 દુશ્મનોના છક્કા છોડાવી દેશે

PIC – Social Media

Paytm Crisis : આરબીઆઈના કડક વલણ બાદ ઓનલાઇન પેમેન્ટ સર્વિસ આપતી કંપની પેટીએમ હાલ ભારે સંકટમાં છે. ભારતીય રિજર્વ બેન્ક તરફથી તેની બેન્ક શાખા પર પ્રતિબંધ લગાવ્યા બાદ કંપનીના શેરોમાં ભારે ઘટાડો થયો છે. આ સંકટ છત્તા પેટીએમ તરફથી પોતાના યુઝર્સ અને કર્મચારીઓને આશ્વાસન આપવામાં આવ્યું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

Paytmના ફાઉન્ડર અને સીઈઓ (Paytm Founder CEO) વિજય શેખર શર્મા (Vijay Shekhar Sharma)એ કથિત રીતે પોતાના કર્મચારીઓને આ સંકટના સમયમાં આશ્વાસન આપ્યું છે. બિઝનેસ ટુડે પર પ્રકાશિત મની કંટ્રોલ રિપોર્ટ અનુસાર, Paytm CEOએ કહ્યું છે કે, હકીકતમાં શું ખોટું થયું, તે આ બાબતો વિશે સંપૂર્ણ ખાતરી નથી, પરંતુ ટૂંક સમયમાં બધું ઉકેલાઈ જશે. વિજય શેખર શર્માએ વર્ચ્યુઅલ ટાઉન હોલ દરમિયાન આ ખાતરી આપી હતી.

કોઈ છટણી નહિ થાય – પેટીએમ સીઈઓ

રિપોર્ટ અનુસાર, આ ટાઉનલહોલમાં પેટીએમ ફાઉન્ડરની સાથે કંપનીના પ્રેસિડેન્ટ અને સીઓઓ ભાવેશ ગુપ્તા સિવાય Paytm Payment Bank CEO સરિંદર ચાવલા પણ ઉપસ્થિત હતા. તે દરમિયાન વિજય શેખર શર્માએ કહ્યું કે કંપનીમાં કોઈ છટણી કરવામાં આવશે નહીં અને અમે આરબીઆઈ સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ. આ સાથે, Paytm અન્ય બેંકો સાથે પણ ભાગીદારી માટે કામ કરી રહી છે. તેણે તેના કર્મચારીઓને આશ્વાસન આપતા કહ્યું કે, ‘તમે બધા પેટીએમ પરિવારનો ભાગ છો અને ચિંતા કરવાની કોઈ વાત નથી.’

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

31 જાન્યુઆરીએ RBIએ આપ્યો આદેશ

ગત 31 જાન્યુઆરી 2024ના રોજ ભારતીય રિજર્વ બેન્ક (RBI)એ એક ઓડિટ રિપોર્ટ અને બાહ્ય ઓડિટર્સ દ્વારા ખરાઇ અહેવાલ બાદ પેટીએમની બેન્કિંગ સર્વિસમાં સુપરવાઇઝરી ચિંતાઓ વચ્ચે Paytm પેમેન્ટ બેંકની સેવાઓ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય બેન્કે પોતાના આદેશમાં કહ્યુ હતુ કે આ આદેશ 29 ફેબ્રુઆરી સુધી લાગુ થવા જઈ રહ્યો છે. ત્યાર બાદ પેટીએમ પેમેન્ટ બેન્ક નવા ગ્રાહકોને જોડી શકશે નહિ. PPBLને આ નક્કી તારીખ બાદ કોઈપણ ગ્રાહક ખાતા, વોલેટ અને Fastagમાં ડિપોઝિટ/ટોપ-અપ સ્વીકારવાનો અધિકાર નહિ રહે. RBIએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ-1949ની કલમ 35A હેઠળ આ કાર્યવાહી કરી છે. રિઝર્વ બેંકે પેટીએમને નોડલ એકાઉન્ટ 15 માર્ચ સુધીમાં સેટલ કરવાનો આદેશ આપ્યો છે.