ભારતની ઘાતક મિસાઈલ RudraM-2 દુશ્મનોના છક્કા છોડાવી દેશે

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Defense News : ભારતની સૌથી ઘાતક સુપલ કિલર મિસાઈલ RudraM-2ની ટેસ્ટિંગનો વિડિયો સામે આવ્યો છે. આ મિસાઈલ હવાથી જમીન પર હુમલો કરવા સક્ષમ છે. જેનું સફળતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યું હતુ. આ મિસાઇલની તુલના રશિયાની Kh-31PD મિસાઈલ સાથે કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશનમાં આતંકી હુમલો, 10ના મોત

Defense News : RudraM-2 નામની મિસાઇલ 6791.4 km/hrની સ્પીડે દુશ્મન પર હુલમો કરશે. તે હવાથી જમીન હુમલો કરતી હાઇપરસોનિક મિસાઇલ છે. હાલમાં જ તેની ટેસ્ટિંગનો એક વિડિયો સામે આવ્યો છે. વિડિયોમાં જોઈ શકાય છે કે ભારતીય વાયુસેનાના સુખોઈ સૂ-30 એમકેઆઈ ફાઇટર જેટ દ્વારા લોન્ચ કરવામાં આવે છે. ત્યાર બાદ મિસાઇલ હાઇપરસોનિક સ્પીડે ટાર્ગેટને થોડી સેકન્ડોમાં ધ્વસ્ત કરી નાખે છે. તેનાથી એવો ભયંકર વિસ્ફોટ થાય છે કે ટાર્ગેટનો સંપૂર્ણપણે નાશ થઈ જાય છે. આ એક એન્ટી રેડિએશન મિસાઇલ છે.

એનો એર્થ એવો થાય છે કે તે દુશ્મનના કોઈ રડાર સિસ્ટમ, એર ડિફેન્સ સિસ્ટમ, રેડિયો ફ્રેક્વન્સી ઉપકરણ કે કોઈપણ પ્રકારની સંચાર સિસ્ટમ તેને પકડી શકશે નહિ. આ મિસાઇલની તુલના રશિયાની ખતરનાક મિસાઇલ Kh-31PD સાથે કરવામાં આવી રહી છે. રશિયાએ યુક્રેન પર હુમલો કરવા માટે મોટાભાગે આ મિસાઇલનો જ ઉપયોગ કર્યો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

155 કિગ્રા હથિયારો વહન કરવા સક્ષમ

RudraM-2 મિસાઇલને ડીઆરડીઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. તેને ભારતના ડાયનેમિક્સ લિમિટેડે ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે સંયુક્ત રીતે બનાવી છે. તેની લંબાઈ 18 મીટર છે. તે આશરે 155 કિગ્રા વજનના હથિયારોને લઈ ઉડી શકે છે. તેમાં પ્રી ફ્રેગમેન્ટેડ વોરહેડ લગાવામાં આવ્યું છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ મિસાઇલની રેન્જ 300 કિમી છે. તેને વધુમાં વધુ 3 થી 15 કિમી ઊંચાઈ સુધી લઈ જઈ શકાય છે. તેની સ્પીડ મિસાઇલને સૌથી વધુ ઘાતક બનાવે છે. તે અવાજની ગતિથી પાંચ ગણી વધુ સ્પીડથી ઉડાન ભરે છે. તેમાં આઈએનએસ અને સેટનેવ ગાઇડેન્સ સિસ્ટમ લગાવામાં આવી છે. સાથે જ પેસિવ રડાર હોમિંગ સિસ્ટમ છે. તેની સટિકતા 5 મીટર સુધીની છે. એટલે કે તે ટાર્ગેટથી 5 મિટર દૂર પડે તો પણ તે ટાર્ગેટને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેશે.

ક્યાં ફાઇટર પ્લેનમાં કરાશે તહેનાત?

ભારતીય વાયુસેના તેને તેજસ ફાઇટર જેટ, એએમસીએ અને ટેડબીએફ ફાઇટર જેટમાં લગાવા માટે વિચારી રહ્યું છે. હાલમાં તેને મિગ-29, મિરાજ, જગુઆર અને સુખોઈ એરક્રાફ્ટમાં તૈનાત કરવા સક્ષમ બનાવવામાં આવ્યું છે. આ મિસાઈલનો મુખ્ય ઉદ્દેશ્ય દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવાનો છે. તે દુશ્મનના બંકરો, એરબેઝ, હથિયારોના ડેપો, એરક્રાફ્ટ હેંગર વગેરે જેવા લક્ષ્યોને ખૂબ જ સરળતાથી નષ્ટ કરી શકે છે.