ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભો વંચિત નાગરિકો સુધી પહોંચે તે હેતુથી દેશભરમાં "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" આયોજીત કરવામાં આવી છે, જેના અનુસંધાને રાજકોટ જિલ્લામાં કોટડાસાંગાણી

Rajkot: મંત્રી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં કોટડા સાંગાણીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot: ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભો વંચિત નાગરિકો સુધી પહોંચે તે હેતુથી દેશભરમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” આયોજીત કરવામાં આવી છે, જેના અનુસંધાને રાજકોટ જિલ્લામાં કોટડાસાંગાણી તાલુકાના ભાડવા ગામમાં યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહ્યા હતાં.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મંત્રીએ ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ સરકારી યોજનાઓનો લાભ તમામ જરૂરિયાતમંદો સુધી પહોંચે તે માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિકાસના ફળ ગામડા સુધી તેમજ ગરીબ, વંચિત, પીડિત, અવગણીત વ્યક્તિઓ, તમામ સુધી પહોંચેતે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર સતત પ્રયત્નશીલ છે. સર્વ સમાવેશી અભિગમથી તમામને ગરીબી અને અભાવથી મુક્ત કરી વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરીને જ વિકસિત ભારત ના સંકલ્પને સાકાર કરી શકાશે.

મંત્રી ભાનુબેન બાબરીયાએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તમામે વિકાસયાત્રાનું સુકાન લઈ પોતે કેવી રીતે વિકસિત ભારત બનાવવા માટે પ્રદાન કરી શકે તે વિચારી પુરુષાર્થ કરવા પ્રેરિત કર્યા હતા, ઉપરાંત તેઓએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની રૂપરેખા આપી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

તેમજ યાત્રા દ્વારા ઘરઆંગણે આવેલ રાજ્ય અને કેન્દ્ર સરકારની સંખ્યાબંધ યોજનાઓનો લાભ અને માર્ગદર્શન માટે સ્ટોલની મુલાકાત લેવા ગ્રામજનોને અપીલ કરી હતી. આ પ્રસંગે મંત્રીએ ગામમાં સીસીટીવી માટે ગ્રાન્ટ આપવાની જાહેરાત પણ કરી હતી.

દિપપ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મહાનુભાવોનું ગામની દીકરીઓ તેમજ ગામના વડીલોના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું. દૃશ્ય શ્રાવ્ય માધ્યમથી પ્રધાનમંત્રીનો સંદેશ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ડોક્યુમેન્ટરી પ્રદર્શિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Kutch: બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકારની લીલી ઝંડી

શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશ-ભક્તિને લગતાં ગીતો પર નૃત્ય રજૂ કરાયું હતુ. મહાનુભાવો તેમજ ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ પ્રતિજ્ઞા લીધી હતી. મહાનુભાવોના હસ્તે ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ, આયુષ્માન ભારત યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તેમજ ઉપરોક્ત લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પોતાને મળેલ લાભની વાત રજૂ કરી હતી.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.