Rajkot: ગુજરાત સરકાર દ્વારા વાહન અકસ્માત યોજના શરુ કરવામાં આવી છે. વાહન અકસ્માત ઘરના એક વ્યક્તિને થાય પરંતુ તેનું પરિણામ આખા કુંટુંબે ભોગવવુ

Rajkot: વાહન અકસ્માત યોજના જેમાં મળે છે પચાસ હજાર સુધીની ફ્રી મેડીકલ સારવાર, વાંચો આ માહિતી

ખબરી ગુજરાત ગુજરાત

Dinesh Rathod, Khabri Gujarat
Rajkot: ગુજરાત સરકાર દ્વારા વાહન અકસ્માત યોજના શરુ કરવામાં આવી છે. વાહન અકસ્માત ઘરના એક વ્યક્તિને થાય પરંતુ તેનું પરિણામ આખા કુંટુંબે ભોગવવું પડે છે. તેમાં પણ ઘરની જવાબદાર વ્યક્તિનું અકસ્માતથી મૃત્યુ થાય તો આખું કુટુંબ માનસિક તથા આર્થિક રીતે નિરાધાર થઇ જાય છે. વાહનોની વધતી જતી સંખ્યા સાથે રસ્તા પર અકસ્માતોની સંખ્યા વધતી જાય છે.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો

નિષ્ણાતોના જણાવ્યા મુજબ જો પીડિતોને પ્રથમ એક કલાક (ગોલ્ડન અવર)માં હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે તો 50% મૃત્યુદરને ટાળી શકાય છે. અકસ્માત બાદ ગોલ્ડન અવર એ પ્રથમ કલાક છે કે જેમાં ઇમરજન્સી મેડીકલ સારવાર જરૂરી છે અને જો આવી કોઈ સારવાર આપવામાં આવે તો પીડિતને બચાવી શકાય છે. આ હેતુ સિદ્ધ કરવા ગુજરાત સરકાર દ્વારા આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વાહન અકસ્માત યોજનાનો લાભ કેવી રીતે અને કોને મળી શકે?
વાહન અકસ્માતમાં ઇજા થાય તો ભારતના કે ભારત બહારના કોઇપણ નાગરીકને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. જેમાં રૂ. પચાસ હજારની મર્યાદામાં કોઇપણ પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીઓને વિનામુલ્યે મેડીકલ સારવાર આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે આવકની કોઈ મર્યાદા નથી. વાહન અકસ્માત ગુજરાત રાજ્યની હદમાં થયેલું હોવું જોઇએ તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. તેમજ અકસ્માત થયાના 48 કલાકની અંદર જ સારવાર કરેલી હોવી જોઇએ.

આ યોજનાના લાભાર્થીએ સારવાર લીધેલી જે તે સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલને જાણ કરવાની રહેશે. ત્યારબાદ પ્રાઇવેટ કે સરકારી હોસ્પિટલે સરકાર દ્વારા નક્કી કરેલી કચેરીને જાણ કરવાની રહેશે. અકસ્માત સહાય યોજના માટે કોઇપણ અકસ્માત પામેલી વ્યક્તિને સારવાર આપી સરકારે નિયુક્ત કરેલી સંસ્થાને જાણ કરવાની રહેશે. રાજકોટ જિલ્લામાં સારવાર આપનારી હોસ્પિટલોએ ચીફ ડીસ્ટ્રીકટ મેડીકલ ઓફિસર, પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટને જાણ કરવાની રહેશે. વધુ માહીતી માટે કોઇપણ પ્રાઇવેટ હોસ્પિટલોએ ચીફ ડીસ્ટ્રીકટ મેડીકલ ઓફિસર, પદ્મકુંવરબા હોસ્પિટલ, રાજકોટનો સંપર્ક કરી શકાશે.

આ પણ વાંચો: દિવાળી પર્વને લઈ શ્રી ખોડલધામ મંદિરે રંગબેરંગી લાઈટોનો ઝગમગાટ

રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ રાઠોડની યાદીમાં વાહન અકસ્માત પામેલા વધુમાં વધુ લોકો વાહન અકસ્માત યોજનાનો લાભ લે, તેવી અપીલ કરવામાં આવી છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.