મોહન યાદવ મધ્યપ્રદેશના નવા સીએમ બનશે, ભાજપ બેઠકમાં નિર્ણય

ખબરી ગુજરાત રાજકારણ

મોહન યાદવ મધ્યપ્રદેશના આગામી મુખ્યમંત્રી હશે. સોમવારે મળેલી ભાજપ વિધાયક દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય નિરીક્ષકોમાં હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર, પક્ષના અન્ય પછાત વર્ગ (ઓબીસી) મોરચાના વડા કે. લક્ષ્મણ અને સચિવ આશા લાકરા પણ બેઠકમાં હાજર હતા.

17 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં 230 સભ્યોની વિધાનસભામાં ભાજપે 163 બેઠકો જીતીને મધ્ય પ્રદેશમાં સત્તા જાળવી રાખી હતી, જ્યારે કોંગ્રેસ 66 બેઠકો સાથે બીજા ક્રમે આવી હતી. ભાજપે ચૂંટણીમાં મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે કોઈને રજૂ કર્યું ન હતું અને એક રીતે સમગ્ર પ્રચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર આધારિત હતો. મધ્યપ્રદેશમાં ભાજપ બે દાયકામાં પાંચમી વખત સરકાર બનાવવા જઈ રહી છે. આ પહેલા તે 2003, 2008, 2013 અને 2020માં રાજ્યમાં સત્તામાં આવી હતી.