Porbandar News:ભારતીય સંસ્કૃતિ મુજબ રોશની અને પ્રકાશના પાવન પર્વ દિવાળીના તહેવાર નિમિત્તે રંગોળીને શુભ માનવામાં આવે છે. અને રંગોળી દ્વારા ઘર તથા પરિવારમાં ખુશીનો માહોલ છવાય છે, ત્યારે પોરબંદર શ્રી વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા ભાવેશ્વર મંદિર ખાતે તારીખ 9 /11 /2023 ના રોજ બપોરે 3.30 થી 5 .30 રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

Porbandar News: શ્રી વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ, વિજેતાઓને અપાયા પુરસ્કાર

ખબરી ગુજરાત ગુજરાત

Dinesh Rathod, Khabri Gujarat
Porbandar News: ભારતીય સંસ્કૃતિ મુજબ રોશની અને પ્રકાશના પાવન પર્વ દિવાળીના તહેવાર નિમિત્તે રંગોળીને શુભ માનવામાં આવે છે. અને રંગોળી દ્વારા ઘર તથા પરિવારમાં ખુશીનો માહોલ છવાય છે, ત્યારે પોરબંદર શ્રી વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા ભાવેશ્વર મંદિર ખાતે તારીખ 9 /11 /2023 ના રોજ બપોરે 3.30 થી 5 .30 રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો

જેમાં કુલ નવ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ઇનામ, સર્ટિફિકેટ સહિત ભાગ લેનારને દશનામ ગૉસ્વામી સાધુ સમાજના આગેવાન તથા સ્વસ્તિક ગ્રુપ પોરબંદરના પ્રમુખ વિનેશભાઈ ગોસ્વામી, પાયલ બેન ગૉસ્વામી તથા ચૈતાલી બેન મસાણી તરફથી ઠંડાપીણા તથા ગિફ્ટ આપવામાં આવી હતી.

રંગોળી સ્પર્ધાના નિર્ણાયક તરીકે ભાવનાબેન છેલાવડા તથા મીનાબેન પાનખાણીયા એ સેવા આપી હતી. શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદરનામહિલા અગ્રણી અંજનાબેન ગોંડલીયા તથા નીતાબેન દુધરેજીયા દ્વારા સમાજની મહિલાઓમાં જાગૃતિ આવે અને સંગઠનની ભાવના કેળવાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી વૈષ્ણવ સાધુ સમાજના મહિલા સંગઠનના આગેવાન ચાંદનીબેન દાણી, શીતલબેન ગોંડલિયા, મધુબેન ગોંડલિયા, કીર્તિબેન ગોંડલિયા તથા સાધુ સમાજ આયોજન સમિતિના હિતેશ દુધરેજીયા, નિમેષ ગોંડલિયા, રાજેશ ગોંડલિયા, સંદીપ દુધરેજીયા, સાગર ગોંડલિયા, પ્રકાશ ગોંડલિયા, નિલેશ ગોંડલિયા, વરુણ ગોંડલિયા ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.

શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદર દ્વારા આયોજીત રંગોળી સ્પર્ધામાં
1 ઇશાબેન સુનીલભાઈ દુધરેજીયા,
2 એકતાબેન રાજેશભાઇ ગોંડલિયા,
3 મુસ્કાનબેન હિતેશભાઈ દુધરેજીયા 4,ધ્રુતીબેન સંદીપભાઈ દુધરેજીયા,
5 દિશાબેન મહેશભાઈ ગોંડલિયા,
6 મીરાલી બેન પ્રકાશ કુમાર ગોંડલિયા,
7 સપનાબેન સંકેતભાઈ ગોંડલિયા,
8 દીયા ભરતભાઈ ગોંડલિયા,
9 તેજલબેન રાહુલભાઈ દુધરેજીયાએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ વિજેતા મુસ્કાનબેન હિતેશ ભાઈ દુધરેજીયાને રૂ.551, દ્વિતીત વિજેતાને તેજલબેન રાહુલભાઈ દુધરેજીયા રૂ.351, તૃતીય વિજેતાને સપનાબેન સંકેતભાઈ ગોંડલિયાને રૂ.251નું પુરસ્કાર નિર્ણાયક ના વરદહસતે આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: દિવાળી પર્વને લઈ શ્રી ખોડલધામ મંદિરે રંગબેરંગી લાઈટોનો ઝગમગાટ

કાર્યક્રમ અંગે ખર્ચ માં મુખ્ય સહયોગ દાતા નિમેષભાઈ ગોંડલિયા દ્વારા આપવામાં આવ્યો હતો. રંગોળી સ્પર્ધા આયોજન કરવાનો હેતુ મહિલાઓ એકત્રિત થાય અને સમાજમાં એકતાની ભાવના કેળવાય અને આવનાર દિવસોમાં મહિલા સંગઠન મજબૂત બની આગળ આવે તેવો નાનકડો પ્રયાસ હતો.