બીજ સમાલાના પાકોમાં ચૂસિયા પ્રકારની જીવાતોનું વૈજ્ઞાનિક ઢબે નિંયત્રણ કરવા ખેડૂતો માટે ઉપયોગી માર્ગદર્શન જિલ્લા ખેતિવાડી શાખા દ્વારા બહાર

Agriculture News: બીજ મસાલાના પાકોની ચૂસિયા જીવાતોના નિયંત્રણ અંગે ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન

ખબરી ગુજરાત ગુજરાત

Junagadh: બીજ સમાલાના પાકોમાં ચૂસિયા પ્રકારની જીવાતોનું વૈજ્ઞાનિક ઢબે નિંયત્રણ કરવા ખેડૂતો માટે ઉપયોગી માર્ગદર્શન જિલ્લા ખેતિવાડી શાખા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. બીજ મસાલાના પાકોમાં ચૂસિયા જીવાતોનું નિયંત્રણ કરવા માટે શક્ય હોય ત્યાં મોલો ઉપદ્રવિત ભાગોને કાપી લઈ નાશ કરવો, મોલો અને સફેદમાખીનાં પરિક્ષણ માટે પીળા ચીકણા પીંજર પ્રતિ હેકટરે 10 પ્રમાણે ગોઠવવા. બીજ મસાલાના પાકોમાં ડાળિયા, સીરફીડ માખીના કીડા અને ક્રાયસોપર્લા નામના પરભક્ષી કીટકો કુદરતી રીતે મોલોનું ભક્ષણ કરતા હોવાથી આવા ઉપયોગી પરભક્ષીઓની વસ્તી વધારે હોય ત્યારે ઝેરી કીટનાશકોનો છંટકાવ ટાળવા જોઈએ.

આ પણ વાંચો: જૂનાગઢમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રાજ્યભરના 200 વિદ્યાર્થીઓ 100 વૈજ્ઞાનિક કૃતિઓ કરશે રજૂ

બીજ મસાલાના પાકોમાં ફૂલ અવસ્થાએ મધમાખી આવન જાવન વધારે રહેતુ હોઇ ફૂલ અવસ્થાએ જંતુનાશકોનો છંટકાવ ટાળવો અથવા વનસ્પતિજન્ય કીટનાશક જેવા કે લીંબોળીના મીજનો ભૂકો 500 ગ્રામ (5% અર્ક) અથવા લીંબોળીનું તેલ 30 મિ.લિ. 10 લિટર પાણીમાં ભેળવી બે છંટકાવ કરવા.

તેમજ જીરૂની મોલોના નિયંત્રણ માટે એફીડોપાયરોપેન 50 ડીસી 20 મિ.લિ. અથવા ફલ્યુપાયરેડીફ્યુરોન 200 એસએલ 25 મિ.લિ. અથવા પાઇમેટ્રોઝીન 50 ડબલ્યુજી 6 ગ્રામ અથવા ફ્લોનિકામાઈડ 50 ડબલ્યુજી 3 ગ્રામ અથવા એસીફેટ 75 એસપી 10 ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ 17.8 એસએલ 4 મિ.લિ. અથવા થાયામેથોકઝામ 25 ડબલ્યુજી 4 ગ્રામ અથવા કિવનાલફોસ 25 ઇસી 20 મિ.લિ. અથવા ડાયમિથોએટ 30 ઇસી 10 મિ.લિ. 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પ્રથમ છંટકાવ બાદ બીજો છંટકાવ કીટનાશક બદલીને પંદર દિવસના અંતરે કરવો.

થ્રીપ્સના નિયંત્રણ માટે સ્પાઇરોમેસીફેન 22.9 એસસી 5 મિ.લિ. અથવા સ્પીનોસાડ 45 એસસી 4 મિ.લિ. અથવા એસીફેટ 75 એસપી 10 ગ્રામ 10 લિટર પાણીમાં ઉમેરી બે છંટકાવ કરવા.

બીજો છંટકાવ 15 દિવસ પછી કરવો. કથીરીના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર 20 ગ્રામ અથવા ફેનપાયરીકઝીમેટ 5 ઇસી 10 મિ.લિ. અથવા ફેનાઝાક્વિન 10 ઈસી 10 મિ.લિ. 10 લિટર પાણીમાં ભેળવી બે છંટકાવ કરવા, બીજો છંટકાવ દસ દિવસ બાદ કરવો.

આ અંગે વધુ જાણકારી નજીકના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવા માટે એક યાદીમાં જણાવાયું છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.