છત્તીસગઢમાં સુરક્ષા દળ અને નક્સલીઓ વચ્ચે અથડામણ, 7 નક્સલી ઠાર

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

છત્તીસગઢમાં નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં નક્સલી સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ 7 નક્સલવાદીઓને ઠાર કર્યા છે.

આ પણ વાંચો – ફિલ સોલ્ટ નામના વાવાઝોડાએ દિલ્હીને ધમરોળ્યુ, તોડ્યો ગાંગુલીનો રેકોર્ડ

PIC – Social media

છત્તીસગઢમાં નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં નક્સલી સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ 7 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. અથડામણની જાણકારી આપનાર પોલીસ અધિકારીએ જણાવ્યું, કે જિલ્લા રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ના સંયુક્ત ઓપરેશનમાં 7 નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યાં છે. નારાયણપુર-કાંકેર સરહદ વિસ્તારમાં અબુઝમાડમાં આજે સવારે ડીઆરજી અને એસટીએફના જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ ચાલી રહી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કર

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 7 નક્સલવાદીઓ ઠાર મરાયા છે. જ્યારે કેટલાક નક્સલીઓ ઘાયલ થયા છે. હજુ પણ અથડામણ ચાલુ હોવાની માહિતી મળી રહી છે. અથડામણની જાણકારી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે જિલ્લા રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની એક સંયુક્ત સુરક્ષા ટીમ ઓપરેશનમાં સામેલ છે. હજુ પણ નક્સલીઓ સાથે અથડામણ શરૂ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઉલ્લેખનીય છે કે આ પહેલા 5 એપ્રિલે છત્તીસગઢના દંતેવાડામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 1 નક્સલી ઠાર કરાયો હતો. થોડા દિવસો પહેલા પણ આશરે 29 જેટલા નક્સલવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યાં હતા. જે અત્યાર સુધીનું સૌથી મોટુ ઓપરેશન માનવામાં આવી રહ્યું છે.