કરૂણાંતિકા : બોટાદમાં એક જ પરિવારના 4 લોકોએ ટ્રેન નીચે પડતુ મક્યું

ખબરી ગુજરાત ગુજરાત

Botad News : નવા વર્ષ પૂર્વ બોટાદ જિલ્લામાં એક કંપારી છોડાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના 4 લોકોએ ટ્રેન સામે પડતુ મુકી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો : Rashifal : જાણો, વર્ષનો પ્રથમ દિવસ તમારા માટે કેવો રહેશે

વર્ષના અંતિમ દિવસે સૌકોઈ નવા નવા વર્ષના વધામણા માટે ઉત્સાહિત હતા ત્યારે ગુજરાતમાં એક કરૂણાંતિકા સર્જાઈ ગઈ છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નિંગાળા રેલવે સ્ટેશન પાસે એક જ પરિવારના 4 સભ્યોએ પડતુ મુકી આપઘાત કરી લીધો છે. આ ઘટનાને લઈ સમગ્ર પંથકમમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતા રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મળતી માહિતી અનુસાર તમામ મૃતકો સખપર ગામના રહેવાસી છે. તેઓએ સાંજે સાડા છ વાગ્યે ભાવનગરથી ગાંધીગ્રામ તરફ જતી ટ્રેન નંબર 09216 આગળ પડતુ મૂકતા મોત થયા છે. એક જ પરિવારના સભ્યોએ જીવન ટૂંકાવી લેતા નાનાકડા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પિતાએ એક પુત્ર અને બે પુત્રીઓ સાથે આત્મહત્યા કરી લીધી હતી. ગામજનોના કહેવા મુજબ મૃતક મંગાભાઈ અંદરો અંદર કોઈ ઝઘડના કેસમાં ચાર દિવસ અગાઉ છૂટીને આવ્યાં હોવાનું જાણાવા મળ્યું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

શું હતો સમગ્ર મામલો

સમગ્ર ઘટનાને લઈ જાણવા મળતી વિગતો અનુસાર મંગાભાઈ પર ઓગસ્ટમાં સગા નાનાભાઈને મારવા બાબતે આઇપીસી 307 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ચાર મહિના જેલમાં વિતાવ્યા બાદ ચાર પાંચ દિવસ પહેલાજ તેઓ જામીન પર છૂટ્યા હતા. અનુમાન મુજબ આત્મહત્યા પાછળ આર્થિક સંકડામણને કારણભૂત હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે.

આ પણ જુઓ : મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કેમ કરવામાં આવે છે?

મૃતકોની ઓળખ ગાભાઇ વાઘાભાઇ વિંજુડા (ઉ.વ 42), જીગ્નેશ ઉર્ફે જીગાભાઇ મગાભાઇ વિંજુડા (ઉ.વ 19 ), સોનલબેન ઉર્ફે સોનીબેન મંગાભાઇ વિંજુડા (ઉ.વ 17), રેખાબેન ઉર્ફે રાધીબેન મંગાભાઇ વિજુડા (ઉ.વ 21) તરીકે કરવામાં આવી છે.