મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કેમ કરવામાં આવે છે?

દેવી દેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા એક મહત્વપૂર્ણ અનુષ્ઠાન છે. પ્રાણ પ્રતિષ્ઠાનો અર્થ જીવન શક્તિની સ્થાપના કે દેવી દેવતાઓમાં પ્રાણ પૂરવા એવો થાય છે.

પ્રાણ પ્રતિષ્ઠામાં મંત્ર ઉચ્ચારણ અને ભજનનો પાઠ કરીને મૂર્તિને પહેલીવાર સ્થાપિત કરવામાં આવે છે.

આવો આજે અમે આપને જણાવીએ કે પ્રાણ પ્રતિષ્ઠા કેમ કરવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મૂર્તિને નિર્જીવ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે પ્રતિષ્ઠા બાદ મૂર્તિમાં શક્તિનો સંચાર થાય છે.

શાસ્ત્રો અનુસાર, પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિરમાં ભગવાનની મૂર્તિને સ્થાપિત કરવી જોઈએ.

માન્યતા છે કે પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિની પૂજા કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.

આ મૂર્તિઓની પૂજા અર્ચનાથી લોકોને ભયથી મુક્તિ મળે છે અને કષ્ટોનું નિવારણ થાય છે.

નોટ - આ જાણકારી માન્યતાઓ, ધર્મગ્રંથો અને વિભિન્ન માધ્યમો પર આધારિત છે. કોઈ પણ જાણકારીને માનતા પહેલા વિદ્વાનની સલાહ લેવી.

વિપશ્યના ધ્યાન એટલે શું? જાણો લાભ