ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા મદદ માટે 181 અભયમ્ (Abhayam) મહિલા હેલ્પલાઈન અને શી ટીમ (She Team) કાર્યરત છે ગુજરાતના કોઈ પણ જગ્યાએ મહિલાઓને જરુરી મદદ માટે 181 મહિલા હેલ્પલાઈનની મદદ મળી રહી છે.

Mangrol: ઘરેલું હિંસાથી પીડિત મહિલાનું સુઃખદ સમાધાન કરાવતી 181 અને She ટીમ

ખબરી ગુજરાત ગુજરાત

Dinesh Rathod, Gujarat, Khabri media
Gujarat: ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા મદદ માટે 181 અભયમ્ (Abhayam) મહિલા હેલ્પલાઈન અને શી ટીમ (She Team) કાર્યરત છે ગુજરાતના કોઈ પણ જગ્યાએ મહિલાઓને જરુરી મદદ માટે 181 મહિલા હેલ્પલાઈનની મદદ મળી રહી છે.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.

ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા મદદ માટે 181 અભયમ્ (Abhayam) મહિલા હેલ્પલાઈન અને શી ટીમ (She Team) કાર્યરત છે ગુજરાતના કોઈ પણ જગ્યાએ મહિલાઓને જરુરી મદદ માટે 181 મહિલા હેલ્પલાઈનની મદદ મળી રહી છે.
ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા મદદ માટે 181 અભયમ્ (Abhayam) મહિલા હેલ્પલાઈન અને શી ટીમ (She Team) કાર્યરત છે ગુજરાતના કોઈ પણ જગ્યાએ મહિલાઓને જરુરી મદદ માટે 181 મહિલા હેલ્પલાઈનની મદદ મળી રહી છે.

મહિલા પોતાના પરિવાર સાથે મળીને પોતાનુ સુખી જીવન જીવી શકે એ પ્રયાસો સાથે સુખ દુઃખનો સામનો કરી રહી હોય છે. ત્યારે સાસરી પક્ષમાં શારીરિક અને માનસિક ત્રાસ વધતો જતો હોય ત્યારે મહિલા પોતાના પિયર અથવા 181 મહિલા હેલ્પલાઈનની મદદ માંગી હોય, એવો જ એક કેસ માંગરોળ (Mangrol) તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાસરીમાં પતિ અને જેઠાણી મહિલા પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા હોવાથી મહિલા પાંચ મહિનાથી પોતાના પિયરમા રહેતી હતી.

પીડિત મહિલા પોતાનુ લગ્ન જીવન આગળ ચલાવવા માંગતા હોય તેથી પીડિત મહિલાએ 181 અભયમ્ મહિલા હેલ્પલાઈન નંબર પર ફોન કરીને મદદ માંગી હતી.

જેના પગલે કેશોદ181 અભયમ્ મહિલા હેલ્પલાઈન કાઉન્સેલર ડાયબેન માવદીયા ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી પીડિત મહિલા સમસ્યા અંગે જાણકારી મેળવી હતી.

અને માંગરોળ She Teamને પણ જાણ કરતા શી ટીમ ઈન્ચાર્જ શબીનાબેન બેલીમ શી ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા . કેશોદ 181 અભયમ્ અને માંગરોળ શી ટીમ સંકલન સાથે પીડિત મહિલાના પતિ અને જેઠાણીનુ કાઉન્સેલિંગ કરી કાયદાકીય માહિતી આપી સમજાવ્યા હતા.

આ પણ વાંચો: રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે ચિત્ર તથા નિબંધ લેખન સ્પર્ધાનું કરવામાં આવ્યું આયોજન

અને પતિ પત્ની બંને પક્ષોને સામસામે બેસાડી પ્રશ્નો અંગે સમજાવી ગેરસમજ અને ભવિષ્ય અંગે સમજણ આપી પતિના મગજમાં વાત બેઠી જેથી પતિને ભૂલ સમજાણી અને ભવિષ્યમાં મહિલા પર શારીરિક અને માનસિક ત્રાસ ન આપી એવી બાંહેધરી આપી રાજીખુશીથી સમાધાન કરવા સહમત થયા હતા.

આમ કેશોદ 181 અભયમ્ મહિલા હેલ્પલાઈન અને માંગરોળ શી ટીમના સંકલનથી પીડિત મહિલાનુ સુઃખદ સમાધાન કરાવ્યુ હતુ.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.