દિવાળીની રજામાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર ઉમટ્યા પ્રવાસીઓ

ખબરી ગુજરાત ગુજરાત લાઈફ સ્ટાઈલ

Jagdish, Khabri Media Gujarat

Gujarat Tourist spots : દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો (Tourist spots) પ્રત્યે અનેરું આકર્ષણ છે. જેને લઈ બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યની વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન, તા. 11થી 20 નવેમ્બર 2023 સુધી દસ દિવસના સમયગાળામાં, રાજ્યના 18 પ્રવાસન સ્થળો અને યાત્રાધામની 42 લાખ 75 હજાર 952 લોકોએ મુલાકાત લીધી હતી.

PIC – Social Media

આ પણ વાંચો : પરિક્રમાર્થીઓને નહિ પડે મુશ્કેલી, તંત્રએ કરી જોરદાર તૈયારી

આ સમયગાળામાં ગુજરાતના પ્રવાસન સ્થળો જેમ કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી, સ્મૃતિ વન, સીમાદર્શન-નડાબેટ, ગિરનાર રૉપ વે, સાસણગીર અને દેવળીયા પાર્ક, દાંડી સ્મારક, સૂર્ય મંદિર, રાણ કી વાવ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર, સાયન્સ સિટી-અમદાવાદ, અટલ બ્રિજ, કાંકરિયા તળાવ, વડનગર, ડાયનાસોર પાર્ક તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો આનંદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં.

10 દિવસ દરમિયાન પ્રવાસન સ્થળોની મુલાકાતીઓની સંખ્યા

1 સ્ટેચ્યુ ઑફ યુનિટી – 3,03,894
2 સ્મૃતિ વન – ભુજ 36,391
3 સીમાદર્શન – નડાબેટ 57,948
4 ગિરનાર રૉપ-વે – જુનાગઢ 59,307
5 સાસણગીર અને દેવળીયા પાર્ક 70,634
6 દાંડી સ્મારક – નવસારી 27,972
7 સૂર્ય મંદિર – મોઢેરા 31,969
8 રાણ કી વાવ – પાટણ 36,659
9 સોમનાથ મંદિર – 4,87,974
10 અંબાજી મંદિર – 6,35,760
11 પાવાગઢ મંદિર – 5,25,410
12 દ્વારકા મંદિર – 6,18,460
13 સાયન્સ સિટી – અમદાવાદ 83,111
14 અટલ બ્રિજ – અમદાવાદ 1,81,692
15 કાંકરિયા તળાવ – અમદાવાદ 4,45,144
16 વડનગર – ઐતિહાસિક નગર 46,453
17 ડાયનાસૌર પાર્ક – બાલાસિનોર 7,678
18 અમદાવાદ રેલ-મેટ્રો – 6,19,496

આ પણ વાંચો : સુપ્રીમની ટકોર બાદ બાબા રામદેવે કહ્યુંં, અમે છેલ્લે સુધી લડશું