સુપ્રીમની ટકોર બાદ બાબા રામદેવે કહ્યુંં, અમે છેલ્લે સુધી લડશું

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Jagdish, Khabri Media Gujarat

યોગ ગુરુ બાબા રામદેવે (Baba Ramdev) આજે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે અમારી પાસે જ્ઞાન વિજ્ઞાનની સંપતિ છે. અમારી દવાઓ રિસર્ચ પર આધારિત છે. અમે સુપ્રીમ કોર્ટ સામે દર્દીઓની પરેડ કરાવવા તૈયાર છીએ.

આ પણ વાંચો : રામદેવ બાબાની પતંજલિને સુપ્રીમ કોર્ટે આપી ચેતવણી, જુઓ શું કહ્યું?

PIC – Social Media

યોગ ગુરુ બાબા રામદેવે આજે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું, કે અમારી પાસે જ્ઞાન વિજ્ઞાનની સંપતિ છે. ટોળાના આધારે સાચા અને ખોટાનો નિર્ણય ન થઈ શકે. તેઓએ કહ્યું, કે મેડિકલ માફિયા ખોટો પ્રચાર કરી રહ્યાં છે. પતંજલિ (Patanjali) ક્યારેય ખોટો પ્રચાર કરતું નથી. પરંતુ પતંજલિએ તો સ્વદેશી આંદોલનને વેગ આપ્યો છે. ખોટાનો પર્દાફાશ થવો જોઈએ. બિમારીઓના નામે લોકોમાં ડર પેદા કરવામાં આવે છે.

રામદેવે કહ્યું, કે હું ક્યારેય કોર્ટમાં હાજર થયો નથી. પણ હું પોતે જ સુપ્રિમ કોર્ટમાં હાજર થવા તૈયાર છું. મને રિસર્ચ સાથે હાજર રહેવા મંજૂરી આપવામાં આવે તેવી હું અનુમતિ માંગીશ. અમને અમારા દર્દીઓ અને રિસર્ચને રજુ કરવાની તક આપવામાં આવે. સાથે જ 1940માં જે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડી એક્ટ બન્યો હતો. તેની ખામીઓને ઉજાગર કરી શકીએ.

તેઓએ કહ્યું, કે લોકોને કહેવામાં આવી રહ્યું છે, કે બિમાર પડશો તો આખી જિંદગી દવા લેવી પડશે. અમે કહીએ છીએ કે દવા મુકી દો. તમે નેચરલ લાઈફ જીવી શકો છો. રામદેવે કહ્યું, કે અમે સેંકડો દર્દીઓની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ સામે પરેડ કરાવવા માટે તૈયાર છીએ. તમામ રિસર્ચ આપવા તૈયાર છીએ.

આ પણ વાંચો : કેનેડિયન લોકો માટે ભારતે ઈ-વિઝા સર્વિસ કરી શરૂ

PIC – Social Media

બાબારામ દેવે કહ્યું, કે અમારી પાસે સેંકડો સાયન્ટિસ્ટ છે. અમે સેંકડો પ્રોટોકોલ ફોલો કરી રિસર્ચ પેપર ઈન્ટરનેશનલ જર્નલમાં પ્રકાશિત કર્યાં છે. એલોપેથીવાળાની સંખ્યા મોટી છે. તેઓ પાસે કરોડોનું સામ્રાજ્ય છે. એનો અવાજ સાંભળવામાં આવે છે તો અમારા જેવા ઓછા રૂપિયાવાળાઓનો અવાજ નહિ સાંભળવામાં આવે.

છેલ્લા નિર્ણય સુધી લડીશું

બાબા રામદેવે કહ્યું, કે અમે દરિદ્ર છીએ. અમારી પાસે ઋષિઓના જ્ઞાનની વિરાસત છે. પણ અમારી સંખ્યા ઓછી છે. છત્તા અમે એકલા આખી દુનિયાના ડ્રગ્સ માફિયાઓ સાથે લડવા તૈયાર છીએ. સ્વામી રામદેવ ક્યારેય ડર્યો કે હાર્યો નથી. અમે આ લડાઈ છેલ્લા નિર્ણય સુધી લડીશું. સાથે જ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટનું હંમેશા સમ્માન કરીશું.

કોર્ટે આપી હતી ચેતવણી

જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેચે પતંજલીને ચેતવણી આપતા કહ્યું કે, જો તેમનું ઉત્પાદકોને લઈ આવી રીતે જ ભ્રામક વિજ્ઞાપનોનું પ્રસારણ શરૂ રહેશે તો તેના પર એક કરોડ રૂપિયાનો દંડ લાગી શકે છે. કોર્ટે પતંજલી આયુર્વેદને ભવિષ્યમાં આ પ્રકારના ભ્રામક વિજ્ઞાપન પ્રકાશિત ન કરવાની સલાહ આપી છે. અદાલતે કહ્યું કે પતંજલિએ નક્કી કરવું પડશે કે તે પ્રેસમાં આ પ્રકારના નિવેદનથી દૂર રહે.

શું છે મામલો?

પતંજલિ આયુર્વેદે દાવો કર્યો હતો, કે તેમના પ્રોડક્ટ કોરોનિલ અને સ્વસારીથી કોરોનાની સારવાર થઈ શકે છે. આ દાવા પછી કંપનીને આયુષ મંત્રાલયે ફટકાર લગાવી હતી. તેમજ તેના પ્રમોશન પર તરત જ પ્રતિબંધ લગાવવા કહ્યું હતુ.