ગુજરાતમાં માવઠાથી થયેલા નુકસાનને લઈ રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

ખબરી ગુજરાત ગુજરાત

Gujarat : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક કમોસમી વરસાદ (Unseasonal rain) પડ્યો છે. જેના કારણે ખેડૂતો અને સામાન્ય લોકોના જનજીવન પર માઠી અસર થઈ છે. ત્યારે રાજ્ય સરકારે (state government) ખેડૂતો અને અસરગ્રસ્તોને થયેલા નુકસાનને (Loss) લઈ સહાય માટે મોટી જાહેરાત કરી છે.

આ પણ વાંચો : 25 હજારથી ઓછા બજેટમાં મેળવો આ શાનદાર ફોન

Pic – Socail Media

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 2 દિવસથી વરસતા કમોસમી માવઠા અંગે વાત કરતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા તારીખ 26 અને 27મીએ માવઠાની આગાહી અગાઉથી જ કરવામાં આવી હતી. હાલમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કુલ અંદાજિત 60 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. અને આ માવઠાને કારણે 1 મિલિમીટરથી લઈ 144 મિલિમીટર જેટલો વરસાદ ઘણા એવા વિસ્તારોમાં નોંધાયો છે.

ખરીફ પાકને થયું નુકસાન

ગુજરાતમાં આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખરીફ પાકને ઘણું નુકસાન થયું છે. ખરીફ પાકોમાં કપાસ તુવેર અને એરંડા જેવા પાકોમાં નુકસાનની ભીતિ વધુ સેવાઈ રહી છે.

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

સર્વે કરી સહાય ચુકવાશે

તેઓએ કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ જાપાનના પ્રવાસે હોવાથી તેમણે ગુજરાતની અને ગુજરાતના ખેડૂતોની ચિંતા કરતા રાજ્ય સરકારને સતત કાર્યરત રહેવા સૂચના આપી છે. તેમના જણાવ્યા અનુસાર વરસાદની માત્રા ઓછી થશે ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રાજ્યસરકાર દ્વારા ખેડૂતોને જે પણ કંઈ નુકસાન થયું છે, તેનું સર્વે કરીને તેમની સહાય કરવામાં આવશે.

અસરગ્રસ્તોને મળશે સહાય

ગુજરાતના અમુક વિસ્તારમાં બરફના કરા અને વીજળી પણ પડી છે, જેના કારણે વિવિધ વિસ્તારમાં ઘણા એવા સામાન્ય નાગરિકોને તકલીફ પડી છે, તેનું પણ સર્વે કરીને ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોની સહાય કરવા સરકાર કટિબદ્ધ છે એમ તેઓએ જણાવ્યું હતુ.

આ પણ વાંચો : Telangana: અમિત શાહે પછાત વર્ગના CMનું વચન કર્યું રિપીટ