Kutch (Bhuj): આઠમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંગે આયુષ મંત્રાલયનાં માર્ગદર્શન મુજબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સૂચના અનુસાર સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે આયુર્વેદ ફોર વન હેલ્થ તથા આયુર્વેદ ફોર એવરી વન ઓન એવરી ડે (હર દિન હર કિસી કે લીયે આયુર્વેદ) થીમ અંતર્ગત આજરોજ તા. 10/11/2023ના રોજ આયુર્વેદના ભગવાન ધન્વન્તરીનું પૂજન કાર્યક્રમ તેમજ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે ભુજમાં આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે નિદાન સારવાર કેમ્પ યોજાશે

ખબરી ગુજરાત ગુજરાત

Dinesh Rathod, Khabri Gujarat
Kutch (Bhuj): આઠમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ (National Ayurveda Day) ની ઉજવણી અંગે આયુષ મંત્રાલયનાં માર્ગદર્શન મુજબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સૂચના અનુસાર સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે આયુર્વેદ ફોર વન હેલ્થ તથા આયુર્વેદ ફોર એવરી વન ઓન એવરી ડે (હર દિન હર કિસી કે લીયે આયુર્વેદ) થીમ અંતર્ગત આજરોજ તા. 10/11/2023ના રોજ આયુર્વેદના ભગવાન ધન્વન્તરીનું પૂજન કાર્યક્રમ તેમજ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો

જે અંતર્ગત નિદાન સારવાર કેમ્પ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામે, સરપટ નાકા, ભુજ ખાતે યોજવામાં આવશે. જેમાં મફત બ્લડ સુગર ચેક અપ, ડાયાબિટીસની મફત આયુર્વેદિક/હોમિયોપેથિક ઔષધીય સારવાર, ડાયાબિટીસના દર્દીઓ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પદ્ધતિ) તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. વધુમાં ડાયાબીટીસને લગતા યોગ અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે.

આ પણ વાંચો: જાણો, 10 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ

સિનિયર સિટિઝન (60 વર્ષથી ઉપરના) દર્દીઓને ખાસ પ્રકારની સ્વાસ્થ્ય તથા શક્તિવર્ધક ઔષધ આપવામાં આવશે. હરસ-મસા-ભગંદરની તપાસ તથા નિદાન તથા સારવાર, કુપોષિત –નબળા બાળકોને ખાસ પ્રકારની શકિતવર્ધક ઔષધ, જન્મથી 12 વર્ષ સુધીના બાળકોના શારીરિક-માનસિક-બૌધિક વિકાસ માટે શ્રેષ્ઠ એવા સુવર્ણપ્રાશનનાં ટીપાં પીવડાવવામાં આવશે.

ઉપરાંત, સ્ત્રીરોગ-વંધ્યત્વ નિવારણ અંગે સલાહ તથા સારવાર આપવામાં આવશે અને તમામ પ્રકારના રોગોનું આયુર્વેદ તથા હોમિયોપેથી પદ્ધતિથી સારવાર આપવામાં આવશે જેનો જાહેરજનતાએ લાભ લેવા માટે વૈદ્ય પંચકર્મ, સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ–કચ્છ દ્વારા જણાવાયું છે.