ભૂટાનના રાજા King of Bhutan) તેમની આઠ દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા છે. ગુવાહાટી પહોંચતા ભૂટાનના રાજા જીગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક (Jigme Khesar Namgyel Wangchuck)નું આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સ્વાગત કર્યું હતું.

ભારત પહોંચ્યા ભૂટાનના રાજા, આસામના મુખ્યમંત્રીએ કર્યું સ્વાગત

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત
ભૂટાનના રાજા King of Bhutan) તેમની આઠ દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા છે. ગુવાહાટી પહોંચતા ભૂટાનના રાજા જીગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક (Jigme Khesar Namgyel Wangchuck)નું આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સ્વાગત કર્યું હતું.
Photo: King of Bhutan & Assam CM

Dinesh Rathod, Gujarat, Khabri Media
Guwahati: ભારતની મુલાકાતે ગુવાહાટી પહોંચેલા ભૂટાનના રાજા (King of Bhutan) જીગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક (Jigme Khesar Namgyel Wangchuck)નું આસામના મુખ્યમંત્રી (Assam CM) હિમંતા બિસ્વા સરમાએ સ્વાગત કર્યું હતું. વાંગચુક 3 થી 10 નવેમ્બર દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે. મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વિદેશમંત્રી અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશે.

Photo: King of Bhutan, Jigme Khesar Namgyel Wangchuck

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો

ભૂટાનના રાજા હોવાની સાથે વાંગચુક ભૂતાન સરકારના વરિષ્ઠ અધિકારી પણ છે. હિમંતા બિસ્વા સરમાએ રાજાનું સ્વાગત કરતાં કહ્યું કે તેઓ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

ભૂટાનના રાજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરશે
આ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભૂટાનના રાજા જિગ્મેનું આસામની પ્રથમ સત્તાવાર મુલાકાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાગચીએ કહ્યું કે આ મુલાકાત દરમિયાન ભૂટાનના રાજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. આ સિવાય વિદેશમંત્રી એસ. જયશંકર અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ભૂટાનના રાજાને મળશે.

મહારાષ્ટ્રની પણ મુલાકાત લેશે
ભૂટાનના રાજા મહારાષ્ટ્રની પણ મુલાકાતે જવાના છે. આ પહેલા એપ્રિલની શરૂઆતમાં, ભૂટાનના રાજાએ તેમની ભારત મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો: દિલ્હી બની ગેસ ચેમ્બર, GRAP-3ના પ્રતિબંધો થયા લાગુ

5 એપ્રિલે પીએમ મોદી અને ભૂટાનના રાજા વચ્ચે થયેલી બેઠક બાદ, પત્રકારોને માહિતી આપતાં વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું હતું કે બંને દેશો ભારત-ભૂટાન સરહદ પર પ્રથમ ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (ICP) સ્થાપિત કરવા પર વિચાર કરી રહ્યા છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને દેશો પોતાની સુરક્ષાને બધાથી ઉપર રાખે છે. અને પોતાના સંબંધોને વધુ સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.