શું અનુષ્કા ફરી આપશે Good News? લૂઝ ડ્રેસમાં દેખાયો બેબી બંપ

ખબરી ગુજરાત મનોરંજન

Jagdish, Khabri Media Gujarat

અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) પોતાના સંબંધોને લઈ ખૂબ પર્સનલ છે. બંને વિશે હંમેશા કોઈને કોઈ અફવાઓ ફેલાતી રહે છે. ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યાં છે, કે વિરાટ અને અનુષ્કાના ઘરે બીજી વાર કિલકારીઓ ગુંજશે. જો કે ઘણાં સમયથી અનુષ્કા(Anushka Sharma)ના બીજી વાર માં બનવાના સમાચાર ચાલી રહ્યાં છે. પરંતુ તેઓએ હંમેશા તેનું ખંડન કર્યું હતું. ત્યારે હવે એક વિડિયો સામે આવ્યો છે. જેમાં અનુષ્કા લૂઝ કપડામાં બેબી બંપને છૂપાવતી હોય તેવું બતાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : આ એક્ટ્રસે કર્યું મોહમ્મદ શામીને પ્રપોઝ, કહ્યું – હું લગ્ન માટે તૈયાર છું

PIC – Social Media

સોશિયલ મીડિયામાં હાલ એક વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે જોવા મળે છે. આ વિડિયોમાં અનુષ્કા શર્માનો બેબી બંપ પણ જોઈ શકાય છે. જે રીતે વિરાટનો હાથ પકડને અનુષ્કા ચાલી રહી છે તેને આધારે આ સમાચારને પુષ્ટિ મળી રહી છે. જણાવી દઈએ કે, કેટલાક દિવસો પહેલા પણ અનુષ્કાની બીજી પ્રેગ્નેન્સીને લઈ સમાચાર સામે આવ્યા હતા. પરંતું હજુ સુધી વિરુષ્કાએ તેને લઈ કંઈ કહ્યું નથી.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

જો કે વિડિયો જોયા બાદ લોકોએ અનુષ્કાની પ્રેગ્નેન્સીના સમાચારને કન્ફર્મ કર્યા છે. આ વિડિયો પર લોકો ખૂબ જ કોમેન્ટ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું છે, કે “ક્યાં બચ્ચા હોને વાલા હૈ?”, બીજાએ કોમેન્ટ કરી, “100 ટકા પ્રેગ્નેન્ટ છે.”

આ પણ વાંચો : જાણો, 10 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ

PIC – Social Media

આપને જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા હંમેશા સ્ટેડિયમમાં પોતાના પતિને સપોર્ટ કરતી જોવા મળે છે. ગત 14 ઓક્ટોબરે પણ સ્ટેડિયમમાં તે મેચ જોવા પહોંચી હતી. તે દરમિયાન અનુષ્કાનો બેબી બંપ ફ્લોન્ટ હતો. જો કે, તેણે એક સફેદ કલરના લૂઝ ડ્રેસથી કવર કરવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. ઉલ્લેખનીય છે, કે 11 જાન્યુઆરી, 2021માં અનુષ્કાએ પુત્રી વામિકાને જન્મ આપ્યો હતો. વિરુષ્કા પોતાની દીકરીની પ્રાઇવસીને લઈ ઘણાં સાવધ રહે છે. તેઓ ક્યારેય તેના ફોટો અને વિડિયો સોશિયલ મીડિયામાં શેઅર કરતા નથી.