એક જ દિવસમાં ત્રણ – ત્રણ અકસ્માત, 6 લોકોના મોત

ખબરી ગુજરાત ગુજરાત

Accident News : આજે સોમવારનો દિવસ ખરેખર ગોઝારો દિવસ સાબિત થયો છે. સવારથી લઈ અત્યાર સુધીમાં રાજ્યમાં ત્રણ ત્રણ ભયંકર અકસ્માતમાં 6 લોકોના જીવ હોમાયા છે.

આ પણ વાંચો : એસીડીટી થાય છે? તો થઈ જાઓ સાવધાન

PIC – Social Media

Accident News : સોમવારનો દિવસ રાજ્ય માટે બ્લેક મન્ડે સાબિત થયો છે. સવારે આણંદમાં ટ્રક અને કાર અકસ્માત, ત્યાર બાદ વડોદરામાં ટ્રક અને બાઇક અકસ્માત અને હવે અમરેલીના ખાંભા તાલુકામાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. આમ આજની તારીખમાં અકસ્માતની વણથંભી વણઝાર વચ્ચે 6 માનવ જીંદગીઓ હોમાઈ ગઈ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

અમરેલીમાં બાઇક-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત

ગુજરાતમાં અકસ્માતની વણથંભી વણઝાર વચ્ચે અમરેલી જિલ્લાના ખાંભાના જામકા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 11 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થી મોટરસાયકલ લઈને શાળાએથી ઘર તરફ જઈ રહ્યો હતો તે વેળાએ જામકા તરફથી આવતી છકડો રિક્ષા સાથે ભયંકર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઇક ચાલક વિદ્યાર્થીનું હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત નીપજ્યું હતુ. જ્યારે એક વિદ્યાર્થીને ગંભીર ઇજા થવા પામી છે. અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ડભોઈમાં ટ્રકે પરિવારનો માળો વિખેર્યો

બીજી બાજુ વડોદરાના ડભોઈ તાલુકામાં કાળમુખા ટ્રકે પરિવારનો માળો વિખેરી નાંખ્યો હતો. ડભોઈનો યુવાન પોતાની પત્ની અને બે બાળકો સાથે સાળીના ઘરેથી બાઇક લઈ પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે બાઇકને ટક્કર મારતા પરિવાર હવામાં ફંગોળાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં પતિ અને પત્નીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા બંનેનું મોત થયું હતુ. અકસ્માતમાં બે બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો પરંતું માબાપની છત્રછાંયા ગુમાવતા નિરાધાર બન્યાં છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ અંગે ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી આગાળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : SBIમાં ખાતુ ધરાવતા ગ્રાહકો માટે મોટા સમાચાર

આણંદમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

આણંદમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે 3 યુવાનોનો ભોગ લીધો હતો. આજે આણંદ જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 3 યુવકોના કરુણ મોત થયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે આખી કાર ટ્રક નીચે ફસાઈ ગઈ હતી. જેસીબીની મદદથી ટ્રકને ઉપાડી કારને નીચેથી બહાર કાઢવી પડી હતી. અકસ્માતને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.