Job : ધોરણ 10 પાસ માટે ચાલુ છે બંપર ભરતી

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

Job News : થોડા સમય પહેલા સ્ટાફ સિલેક્શન કમિશને જીડી કોન્સ્ટેબલની બમ્પર પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી હતી. જેનું રજીસ્ટ્રેશન હાલ ચાલુ છે. ઇચ્છુક ઉમેદવાર આ પોસ્ટ માટે જેમ બને તેમ જલ્દી અરજી કરી શકે છે. આ માટેની વિગતો અહીં શેર કરવામાં આવી છે.

આ પણ વાંચો : સુખદેવસિંહની ઘરમાં ઘૂસીને કરાઇ હત્યા, જાણો કોણે લીધી જવાબદારી

PIC – Social Media

આ ભરતી અભિયાન દ્વારા કુલ 75768 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ્સ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NIA, SSF અને આસામ રાઈફલ્સમાં રાઈફલમેન (GD)ની છે.
આ પોસ્ટ્સ માટે અરજી કરવા સ્ટાફ સિલેક્શન કમિશનની સત્તાવાર વેબસાઇટની ssc.nic.inની મુલાકાત લો. ઉમેદવારે પોસ્ટ અને ભરતીને લગતી તમામ માહિતી આ વેબસાઇટ પરથી મેળવી લેવી.

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

એસએસસી જીડી કોન્સ્ટેબલ પોસ્ટ્સમાં અરજી કરવા ઇચ્છુક ઉમેદવારની શૈક્ષણિક લાયકાતની વાત કરી તો, ઉમેદવાર આ માટે કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10મું પાસ હોવો જોઈએ. આ પોસ્ટ માટે 18થી 23 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે કે જે ઉમેદવારની ઉંમર 18થી ઓછી અને 23 વર્ષથી વધુ હોય તે આ જગ્યા માટે અરજી કરી શકશે નહિ.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ પોસ્ટ માટે ઉમેદવારે લેખિત પરીક્ષા, શારીરિક કસોટી, ડીવી રાઉન્ડ અને તબીબી પરીક્ષા પાસ કવરાની રહેશે. છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 છે.

પગાર ધોરણ શું છે?

પસંદગી પામેલા ઉમેદવારોને રૂ. 21,700 થી રૂ. 69,100 સુધીનો માસિક પગાર મળશે. આ સિવાય ઘણા ભથ્થા પણ મળશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જનરલ અને ઓબીસી વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂ. 100 રૂપિયા ચૂકવવાની રહેશે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારો અને મહિલા ઉમેદવારોએ કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહિ.