એસીડીટી થાય છે? તો થઈ જાઓ સાવધાન

ખબરી ગુજરાત લાઈફ સ્ટાઈલ

Heart Attack : છેલ્લા બે વર્ષમાં હાર્ટ એટેક (Heart Attack)અને કાર્ડિયાક અરેસ્ટના કેસમાં ઝડપથી વધારો થયો છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક 50 વર્ષની ઉંમર પછી જ આવે છે, પરંતુ હવે 18-20 વર્ષના યુવાનોમાં પણ હાર્ટ એટેકનો જોખમ વધ્યુ છે. જીમ અને પાર્કમાં કસરત કરતા ફિટ લોકો પણ તેનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે યુવાનોમાં હાર્ટ એટેકનું (Heart Attack) જોખમ કેમ વધી રહ્યું છે. તેનાથી બચવા શું કરવું જોઈએ…

આ પણ વાંચો : અભિનેતાનો જન્મદિવસ બન્યો 3 ફેન્સના મોતનું કારણ, જાણો કઈ રીતે?

PIC – Social Media

હાર્ટ એટેકનું કારણ

હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે હાર્ટ એટેક (Heart Attack)ના એક નહીં પણ ઘણા કારણો છે. જોકે તેનું સૌથી મોટું કારણ જીવનશૈલી છે. યુવાનોના કામના કલાકો વધ્યા હોવાથી તેઓ કસરતનો સમય કાઢી શકતા નથી. વ્યક્તિ એકલવાયું જીવન જીવે છે અને ફાસ્ટ ફૂટ ખાવાનું પ્રમાણ વધ્યું છે. કામનો તણાવ અને ધૂમ્રપાન કે મદ્યપાન તેમના હૃદયના સ્વાસ્થ્યને અસર કરે છે. ઘણી વખત, પારિવારિક ઇતિહાસને કારણે હાર્ટ એટેકનું જોખમ રહેલું છે. નિષ્ણાતો કહે છે કે હાલની જીવનશૈલીમાં શારીરિક પ્રવૃત્તિ લગભગ નહિવત થઈ ગઈ છે. દરેક વ્યક્તિએ કારમાં મુસાફરી શરૂ કરી દીધી છે અને લોકોના તણાવને શેર કરવા માટે કોઈ નથી. આવી સ્થિતિમાં તેમનો હાર્ટ પ્રોબ્લેમ વધી જાય છે અને હાર્ટ એટેકનું કારણ બની જાય છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

હાર્ટ એટેકથી બચવા શું કરવું જોઈએ

હેલ્થ એક્સપર્ટના મતે એક્સરસાઇઝ કે ડાયટ સિવાય ઊંઘનો અભાવ, સ્ટ્રેસ, બીપી, શુગર પણ હાર્ટ હેલ્થ પર અસર કરે છે. આવી સ્થિતિમાં નિયમિત કસરત કરવા સિવાય જો તમે ઊંઘ, બીપી, શુગર, સ્ટ્રેસ અને ડાયટ પ્રત્યે બેદરકાર રહેશો તો પણ હાર્ટ એટેકનો ખતરો રહે છે. તેથી, આ બધી બાબતો પર ધ્યાન આપીને, તમે તમારા હૃદયને સ્વસ્થ રાખી શકો છો. હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે તમારી દિનચર્યામાં કસરત, સારો આહાર, ઊંઘ, ધ્યાન-યોગનો સમાવેશ કરો અને તણાવ-ધુમ્રપાન-દારૂથી દૂર રહો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

હૃદયને સ્વસ્થ બનાવવા શું કરવું

  1. ખોરાકમાં પ્રોટીન વધારો, કાર્બોહાઈડ્રેટ ઓછું કરો. ફળોનું સેવન કરો. આહારમાંથી મીઠું, ખાંડ, ચોખા અને લોટ દૂર કરો.
  2. તણાવને દૂર કરો.
  3. ઊંઘની પેટર્ન સુધારો અને પૂરતી ઊંઘ લો.
  4. દરરોજ 25-30 મિનિટ કાર્ડિયો કસરત કરો.

આ પણ વાંચો : દુનિયાની 10 સૌથી રહસ્યમય જગ્યાઓ, લોકોના પ્રવેશ પર છે પ્રતિબંધ

હાર્ટ એટેકના ચેતવણી ચિહ્નો

  1. જો ખોરાક ખાધા પછી પેટમાં એસિડિટી થાય છે.
  2. ખૂબ ચાલવા અથવા સીડી ચડતી વખતે શ્વાસ લેવામાં તકલીફ.
  3. જડબાથી કમર સુધી ભારેપણું અનુભવવું.
  4. જે કામ પહેલા સરળતાથી કરવામાં આવતું હતું તે કરવામાં મુશ્કેલી.
  5. અચાનક નર્વસનેસ.
  6. હાર્ટ એટેકનો કૌટુંબિક ઇતિહાસ.