લાઈવ મેચમાં રોહિત શર્માનું ઉતર્યું પેન્ટ, જુઓ કેવી થઈ રિતિકાની હાલત

ખબરી ગુજરાત રમતગમત

Rohit Sharma : સોશિયલ મીડિયા પર એક વિડિઓ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફિલ્ડીંગ દરમિયાન રોહિત શર્માનું પેન્ટ ઉતરતું જોઈ શકાય છે. જેને લઈ તેની પત્ની રિતિકાના રિએક્શન પણ સામે આવ્યાં હતા.

આ પણ વાંચો – MI Vs CSK : રોહિતની સદી, પણ… ધોનીના 3 છગ્ગા બન્યા ગેમ ચેન્જર

PIC – Social media

Rohit Sharma : રોહિત શર્માએ આઈપીએલ 2024ના 29મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી સદી ફટકારી હતી. જો કે આ સદી મુંબઈ ઇન્ડિયન્સને જીત અપાવી શકી નહોતી. રોહિતે 63 બોલમાં 11 ચોકા અને 6 છક્કાની મદદથી 105 રનની અણનમ ઇનિંગ રમી. ભલે મુંબઈ જીતી શક્યુ નહોતુ પણ રોહિતની સેન્ચુરીએ દર્શોકોનુ ભારે મનોરંજન કર્યું હતુ. આવી રીતે જ ફીલ્ડિંગ દરમિયાન ચાહકોને હસવાનો મોકો મળી ગયો હતો. હકીકતમાં થયું એવુ કે, જ્યારે રોહિત શર્મા ફિલ્ડીંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેનું પેન્ટ ઉતરી ગયું હતુ. જેના કારણે થોડીવાર માટે પત્ની રિતિકા શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

લાઇવ મેચમાં ફિલ્ડીંગ દરમિયાન રોહિત શર્માનું પેન્ટ ઉતર્યુ ગયું હતુ. આ વિડિઓ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન કેચ પકડવા જતા આ બનાવ બન્યો હતો. 12 ઓવરમાં ચોથા બોલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે લેગ સાઇડ એક શોટ માર્યો હતો. આ બાજુ રોહિત શર્મા ફિલ્ડીંગ કરી રહ્યા હતા. બોલ હવામાં જોઈ રોહિત શર્માએ કેચ પકડવા આગળ ડાઇવ મારી, પરંતુ તે કેચ પકડવામાં નીષ્ફળ રહ્યાં હતા. તે દરમિયાન જ તેનું પેન્ટ ઊતરી ગયું હતુ.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

રોહિત શર્માના આ મોએ-મોએ મોમેન્ટ પર પત્ની રિતીકાનું રિએક્શન પણ સામે આવ્યું છે. વિડિઓમાં જોઈ શકાય છે કે રિતિકા આ ઘટનાને લઈ શરમજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. યુઝર્સ આ વિડિયોને ખૂબ શેઅર કરી રહ્યાં છે અને વિડિઓ પર ફની મજેદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યાં છે.