કચ્છ જિલ્લાના અંજાર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં સને 2023-24ના શૈક્ષણિક વર્ષ દરમિયાન બંધ રહેલ/ચાર્જમાં આપેલા મધ્યાહન ભોજન કેન્દ્રો (Mid Day Meal Centers) માટે સંચાલકોની જગ્યા

Jobs in Anjar: અંજાર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકો માટે આવી ભરતી

ખબરી ગુજરાત ગુજરાત

Anjar News: કચ્છ જિલ્લાના અંજાર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં સને 2023-24ના શૈક્ષણિક વર્ષ દરમિયાન બંધ રહેલ/ચાર્જમાં આપેલા મધ્યાહન ભોજન કેન્દ્રો (Mid Day Meal Centers) માટે સંચાલકોની જગ્યા તદ્દન હંગામી ધોરણે ઉચ્ચક માનદ વેતનથી ભરવાની છે. જે માટેનું નિયત અરજી ફોર્મ અંજાર મામલતદાર કચેરી, અંજારથી મેળવીને સંપુર્ણ વિગત ભરીને અંજાર મામલતદાર કચેરીએ તા. 30/12/2023ના કચેરી સમય સુધીમાં મળે તે રીતે ટપાલથી /રૂબરૂ મામલતદાર કચેરી અંજાર મોકલી આપવાની રહેશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

તા. 31/12/2023 બાદ મળેલી અરજી ધ્યાને લેવામા આવશે નહી. સ્થાનિક વિધવા ત્યક્તા મહીલાઓને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. અગાઉ કરેલી અરજી માન્ય રહેશે નહી. તેઓએ નવેસરથી અરજી કરવાની રહેશે.

ઉમેદવાર માટેની જરૂરી લાયકાત

અગાઉ ગેરરિતી સબબ છુટા કરેલ સંચાલકોને નિમણુક માટે લાયક ગણવામાં આવશે નહી. દુધઇ વાડી પ્રાથમિક શાળા દુધઇ વાડી, મારીંગણા મારીંગણા, તુણા કુંભારવાસ પ્રાથમિક શાળા તુણા, મીઠા પસવારીયા મીઠા પસવારીયા, બીટા વલાડીયા (આ) બીટા વલાડીયા ,ચકારમોરા વાંઢ ચકારમોરા વાંઢ , ઉમેદવારી માટેની જરૂરી લાયકાત: (1) શૈક્ષણિક લાયકાત: એસ.એસ.સી.પાસ. જો એસ.એસ.સી. પાસ ઉમેદવાર નહિ મળે તો તેનાથી નીચે ધોરણ –7 પાસ સુધીના ઉમેદવારની અરજી ધ્યાને લેવામાં આવશે. (2) વય મર્યાદા: તમામ ઉમેદવાર માટે 20થી 60 વર્ષની રહેશે. (3) આ અંગે અન્ય શરતો કચેરીમાંથી રૂબરૂ જાણી શકાશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

અરજી સાથે રજુ કરવાના જરુરી આધાર પુરાવા:

(1) શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની ખરી નકલ, (2) ઉંમર અંગેના આધાર પુરાવા (એલ.સી.,) (3) રેશનકાર્ડ, ચુંટણીકાર્ડની નકલ, (4 જાતિ અંગેનું પ્રમાણપત્ર, (5) સ્થાનિક રહેઠાણ અંગેના તથા અરજી ફોર્મમાં જણાવેલ અન્ય આધાર, (6) એસ.બી.આઇ. બેંક ખાતા નંબર/પાસબુકની ઝેરોક્ષ નકલ. (7) તબીબી પ્રમાણપત્ર, (8) પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર ( ફોજદારી ગુનો નોંધાયેલ ન હોવા અંગેનું ) ઉપરોકત તમામ આધાર પુરાવાઓની પ્રમાણીત નકલો રજૂ કરવાની રહેશે.

આ પણ વાંચો: અમૃત આહાર મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ મેળવી બે લાખની વધુની આવક

અરજદારે અરજી ફોર્મ અઘિકારીની ખરાઇ કર્યા બાદ જ આવક શાખામાં રજુ કરવું ખરાઇ કર્યા વગરનું ફોર્મ માન્ય ગણાશે નહીં. તેવું મામલતદાર અંજારની યાદીમાં જણાવાયું છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.