પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને આપી સલાહ, જાણો શું કહ્યું

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Prashant Kishor’s advice to Rahul : પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને બ્રેક લેવાની સલાહ આપી છે. તેઓએ એજન્સી સાથે વાતચીત દરમિયાન કહ્યું કે જો આ વખતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન નિરાશાજનક રહે તો રાહુલ ગાંધીએ બ્રેક લઈ લેવો જોઈએ.

આ પણ વાંચો – 8 April 2024 : જાણો, આજનું રાશિફળ

PIC – Social Media

Prashant Kishor’s advice to Rahul : ચુંટણી રણનીતિકાર પ્રશાંક કિશોરે (Prashant Kishor) કોંગ્રેસના નેતા અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને (Rahul Gandhi) બ્રેક લેવાની સલાહ (Advice) આપી છે. પીકેએ કહ્યું કે જો આ વખતે લોકસભા ચૂંટણીમાં સૌથી જૂની પાર્ટી (કોંગ્રેસ)નું પ્રદર્શન નિરાશાજનક રહે તો રાહુલ ગાંધીએ અલગ થઇને બ્રેક લઈ લેવો જોઈએ.

ન્યુઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીત કરતા પ્રશાંત કિશોરે કહ્યું, કે “રાહુલ ગાંધી છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસને (Congress) અસફળ રીતે ચલાવી રહ્યાં છે. તેમ છતા પણ તે પાર્ટીથી દૂર થઈ અન્ય કોઈને કમાન સોંપવા તૈયાર નથી. જો છેલ્લા 10 વર્ષથી એક જ કામ કોઈ પણ સફળતા વગર કરી રહ્યાં છે તો બ્રેક લેવામાં કોઈ વાંધો નથી. તમારે અન્ય કોઈને 5 વર્ષ માટે કમાન સોંપવી જોઈએ.”

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

પીકેએ કહ્યું કે “દુનિયામાં સારા નેતાઓમાં એક સારો ગુણ એ પણ છે કે તે પોતાની ખામીઓનો સ્વીકાર કરે છે અને સક્રિય રૂપે તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ રાહુલ ગાંધીને લાગે છે કે તેને બધુ ખબર છે. સાચુ એ છે કે જો તમને નથી લાગતુ કે મદદની જરૂર છે તો કોઈ તમારી મદદ કરી શકશે નહિ. રાહુલને ખબર છે કે તેઓને કોઈ એવા વ્યક્તિની જરૂર છે. જે તેનું કામ ઉપાડી લે. પરંતુ તે શક્ય નથી.”

રાહુલના નિવેદનનો કર્યો ઉલ્લેખ

પીકેએ 2019ની ચુંટણીમાં પાર્ટીની હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીના રાજીનામાનો ઉલ્લેખ કરતા કહ્યું, રાહુલ ગાંધીએ ત્યારે કહ્યુ હતુ કે તે પીછે હઠ કરશે અને અન્ય કોઈને કાર્યભાર સંભાળવા આપશે. જોકે, વ્યાવહારીક રીતે તેઓએ પોતાના શબ્દોથી અલગ કામ કર્યું છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

પાર્ટીની અંદર નથી લઈ શકતા નિર્ણય

પીકેએ રાહુલ ગાંધીથી અસહમતીની જરૂરિયાત પર કહ્યું કે, ઘણાં નેતા સ્વીકારે છે કે તે XYZની મંજુરી વગર પાર્ટીમાં કોઈ પણ નિર્ણય નથી લઈ શકતા. કોંગ્રેસ અને તેના સમર્થક કોઈપણ વ્યક્તિથી ઉપર છે. રાહુલ ગાંધીએ એ વાત પર ભાર ન આપવો જોઈએ કે વારંવાર અસફળતા બાદ તેઓએ એક જ છે કે પાર્ટી માટે કામ કરી શકે છે.