પોલીસે કેફેમાં પાડી અચાનક રેડ, બીકના માર્યા બે છોકરીઓ…

ખબરી ગુજરાત ગુજરાત

Palanpur News : પાલનપુરમાં એક ધ્રુજાવી મુકે એવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કેફેમાં પોલીસે દરોડા પાડતા 2 છોકરીઓ ગભાઈને ત્રીજા માળેથી કૂદી ગઈ હતી. આ બંને યુવતીઓને ઈજા થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેવાડવામાં આવી છે.

આ પણ વાંચો – શા માટે RCB આટલા વર્ષો ટ્રોફીથી દૂર? આ ખેલાડીએ કર્યો ખુલાસો

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગેરકાયદેસર પ્રવૃતિઓને રોકવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. તે અંતર્ગત પાલનપુરના નવા બસપોર્ટ નજીક આવેલા બિલ્ડિંગમાં કેફેમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હોવાની પોલીસને બાતમી મળતી હતી. જેને લઈ પોલીસે કેફેમાં દરોડા પાડતા કેફેમાં રહેલી બે યુવતીઓ ત્રીજા માળેથી કૂદી ગઈ હતી. કૂદકો મારતા બંને યુવતીઓને ઈજા થવા પામી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મળતી વિગત અનુસાર પાલનપુર નવા બસપોર્ટ નજીક આવેલા ફર્સ્ટ ડેટ કાફેમાં કાફેની આડમાં ગેરકાયદેસરની પ્રવૃતિ થતી હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે ફર્સ્ટ ડેટ કેફેમાં દરોડા પાડ્યાં હતા. તે દરમિયાન ત્યાં હાજર બે યુવતીઓએ પોલીસને જોઈ ત્રીજા માળેથી કૂદકો લગાવી દીધો હતો. ત્રીજા માળેથી પટકાતા બંને યુવતીઓને ઇજા પહોંચી હતી. જેને તાત્કાલિક હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

બનાવ અંગે વિગત આપતા પીઆઈ આરબી ગોહિલે જણાવ્યું હતુ કે, ફસ્ટ ડેટ નામનાં કેફેમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલી રહી છે. જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન બે છોકરીઓ પોલીસને જોઈ બીકનાં માર્યા બારીમાંથી નીચે કૂદકો માર્યો હતો. જેથી બંને છોકરીઓ ઈજાગ્રસ્ત થઈ હતી. જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. તેમજ કેફે માલીકને બોલાવી તેની પૂછપરછની તજવીજ હાથ ધરી છે.