રિલિઝના પહેલા દિવસે જ ‘Fighter’ની ધમાલ, જાણો કલેક્શન

ખબરી ગુજરાત મનોરંજન

Fighter Collection : રિતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઇટરે (Fighter) બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ત્યારે આવો જાણીએ કે ફિલ્મે પહેલા દિવસે કેટલું કલેક્શન કર્યું છે…

આ પણ વાંચો : પ્રજાસત્તાક પર્વની પરેડમાં પહેલીવાર દેખાયું આ ફાઇટર જેટ

PIC – Social Media

Fighter Collection : રિતિક રોશન (Hrithik Roshan) અને દીપિકા પાદુકોણની (Deepika Padukone) ફિલ્મ ફાઇટર 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલિઝ થઈ ગઈ છે. પ્રજાસત્તાક પર્વ નિમિતે રિલિઝ થયેલી ફિલ્મ તમારી અંદર દેશભક્તિ જગાવી દેશે. ફિલ્મને ક્રિટિક સાથે ઓડિયન્સે પણ સારા રિવ્યું (Movie Review) આપ્યાં છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સારુ કલેક્શન કરી રહી છે. વર્લ્ડવાઇડ ફાઇટરે સારુ કલેક્શન કર્યું છે. ફિલ્મનુ પહેલા દિવસનું વર્લ્ડવાઇડ કલેક્શન (Worldwide Collection) સામે આવ્યું છે.

ભારત-પાકિસ્તાનની પૃષ્ઠ ભૂમિ પર બનેલી ફિલ્મને ફેન્સ તરફી સારો પ્રતિસાદ મળ્યો છે. ફેન્સ ફિલ્મના વખાણ કરતા થાકતા નથી. પહેલા દિવસે જ ફિલ્મે શાનદાર ઓપનિંગ કર્યું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન

ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ફિલ્મના વિશ્વવ્યાપી કલેક્શન વિશે માહિતી આપી છે. ફાઈટરે વિદેશમાં 8.61 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે વિશ્વભરમાં કુલ 36.04 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફાઈટરના ભારતીય બોક્સ ઓફિસ કલેક્શનની (Box office collection) વાત કરીએ તો તેણે 23.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

ગલ્ફ દેશોમાં પ્રતિબંધ

તમને જણાવી દઈએ કે રિતિક રોશન અને દીપિકા પાદુકોણની ફાઈટર યુએઈમાં રિલીઝ થઈ છે. ગલ્ફ દેશોએ આ ફિલ્મને રિલીઝ કરવાની ના પાડી દીધી હતી. તેની અસર ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર પણ પડી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ફાઈટરની વાત કરીએ તો રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સાથે અનિલ કપૂર, અક્ષય ઓબેરોય, કરણ સિંહ ગ્રોવર અને સંજીદા શેખ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે.

રિતિકનું રિપબ્લિક ડે સાથે કનેક્શન

તમને જણાવી દઈએ કે રિતિક રોશનની આ પહેલી ફિલ્મ નથી જે પ્રજાસત્તાક દિવસના અવસર પર રિલીઝ થઈ હોય. અગાઉ તેની અગ્નિપથ અને કાબિલ પણ આ જ દિવસે રિલીઝ થઈ હતી. બંને ફિલ્મો હિટ સાબિત થઈ હતી. અગ્નિપથે શરૂઆતના દિવસે ફાઈટર કરતાં વધુ બિઝનેસ કર્યો હતો. ફાઈટર પોતાની ઘણી ફિલ્મોના ઓપનિંગ ડેના રેકોર્ડ તોડી શકી નથી. રિતિકની વોર, બેંગ બેંગ, ક્રિશે ફાઈટર કરતાં વધુ બિઝનેસ કર્યો.