શેર બજારમાં ઐતિહાસિક ઉછાળો, સેન્સેક્સ પ્રથમવાર 70,000ને પાર

ખબરી ગુજરાત બિઝનેસ

Stock Market : સેન્સેક્સે ગ્રીન સાઇન સાથે ટ્રેડિંગ શરૂ કર્યું અને 85.93 પોઈન્ટ વધીને 69,911.53 પર ખુલ્યું હતુ. માર્કેટમાં ટ્રેડિંગની થોડી જ મિનિટોમાં સેન્સેક્સ 70000ની સપાટી વટાવીને 70,048.90ની ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શી ગયો હતો.

આ પણ વાંચો : એક વિવાહ એસા ભી…, લગ્નની 50મી વર્ષગાંઠે ફરી પરણ્યું ગુજ્જુ યુગલ

PIC – Social Media

શેરબજારમાં ગત સપ્તાહે શરૂ થયેલો તેજીનો તબક્કો યથાવત રહ્યો છે. બજારના બંને ઈન્ડેક્સ સતત રેકોર્ડ બનાવી રહ્યા છે. સોમવારે, અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના 30-શેર ઇન્ડેક્સ સેન્સેક્સે નવો ઇતિહાસ રચ્યો છે. સેન્સેક્સ 70 હજારની રેકોર્ડ સપાટી પર પહોંચી ગયો છે. બજારમાં ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ મિનિટોમાં તે 70,048.90ના ઓલટાઇમ હાઇ લેવલ પર પહોંચી ગયો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના નિફ્ટી-50 વિશે વાત કરીએ તો, તે શરૂઆતના ટ્રેડિંગમાં રેકોર્ડ સપાટીએ પહોંચ્યું હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સૌથી પહેલા વાત કરીએ BSE સેન્સેક્સની, સોમવારે તેણે ગ્રીન સાઇન પર ટ્રેડિંગ શરૂ કર્યું અને 85.93 પોઈન્ટ અથવા 0.12 ટકાના વધારા સાથે 69,911.53 ના સ્તર પર ખુલ્યું. માર્કેટમાં કારોબારની થોડી જ મિનિટોમાં સેન્સેક્સ 70000ની સપાટી વટાવીને 70,048.90ના ઓલ ટાઇમ સપાટીને સ્પર્શી ગયો હતો. અગાઉના ટ્રેડિંગ દિવસે શુક્રવારે સેન્સેક્સ ઇન્ડેક્સ 69,825.60ની સપાટી પર બંધ થયો હતો.

સેન્સેક્સની જેમ NSEનો નિફ્ટી પણ સતત નવા ઊંચા સ્તરે પહોંચી રહ્યો છે. સોમવારે નિફ્ટી-50 પણ લીલા રંગમાં ખુલ્યો હતો. નિફ્ટીએ 10.70 પોઈન્ટના ઉછાળા સાથે 20,980.10 ના સ્તરે ટ્રેડિંગની શરૂઆત કરી હતી અને પછી વધુ ઉછાળો શરૂ કર્યો હતો. સવારે 10 વાગ્યા સુધીમાં, તે લગભગ 40 પોઈન્ટ્સ વધ્યો અને 21,019.80 ની ઊંચી સપાટીએ પહોંચ્યો, જે તેનું અત્યાર સુધીનું ઓલટાઇમ હાઇલેવલ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

શેરબજાર ખુલતાની સાથે જ જ્યારે 1901 શેરમાં વધારો થયો હતો, બીજી તરફ 606 કંપનીઓના શેર હતા જેમણે ઘટાડા સાથે બિઝનેસ શરૂ કર્યો હતો. દરમિયાન, 157 શેરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો ન હતો. સોમવારે, નિફ્ટીના પ્રારંભિક કારોબારમાં, ONGC, કોલ ઈન્ડિયા, ટેક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના શેરમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો.

તેનાથી વિપરિત ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એશિયન પેઈન્ટ્સ, મારુતિ સુઝુકી, સિપ્લા અને સન ફાર્માના શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.