પ્રજાસત્તાક પર્વની પરેડમાં પહેલીવાર દેખાયું આ ફાઇટર જેટ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

LCA Tejas : પ્રજાસત્તાક પર્વ દરમિયાન પરેડમાં પહેલીવાર ચાર તેજસ વિમાનો સાથે ડાયમંડ ફોર્મેશન બનાવામાં આવ્યું હતુ. આ દુનિયાનું એક માત્ર ફાઇટર જેટ છે જે દુનિયાના કોઈપણ પ્રકારના રડારમાં સરળતાથી પકડમાં આવતું નથી. તેની કોમ્બેટ રેન્જ 500 કિમી છે.

આ પણ વાંચો : જુનાગઢમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી

PIC – Social Media

LCA Tejas : પ્રજાસત્તાક પર્વ 2024ની પરેડ દરમિયાન કર્તવ્ય પથ પર પહેલીવાર ચાર LCA Tejas ફાઇટર જેટે ઉડાન ભરી. આ ખતરનાક યુદ્ધ વિમાનોએ ડાયમંડ ફોર્મેશન બનાવ્યું હતુ. હાલ તેજસ ફાઇટર જેટની બે સ્ક્વોડ્રન છે. એકનું નામ ફ્લાઇંગ ડેગર્સ અને બીજાનુ નામ ફ્લાઇંગ બુલેટ્સ છે.

તેજસ ફાઇટર જેટનો આકાર નાનો છે એટલા માટે વર્તમાન સમયમાં આ ફાઇટર પ્લેનને કોઈ પોતાના રડાર સિસ્ટમ તેને ફાઇટર જેટની શ્રેણીમાં મુકતુ નથી. તેથી તેને દુશ્મનના રડારમાં પકડવામાં નથી આવતુ અને હુમલો કરવો સરળ બને છે. તેની લંબાઈ 43.4 ફૂટ, ઊંચાઈ 14.5 ફૂટ અને વિંગસ્પેસ 26.11 ફૂટ છે.

આ ફાઇટર જેટ ક્લોજ-એર-ટૂ-ગ્રાઉન્ડ ઓપરેશનમાં મદદરૂપ છે. તેની વધુમાં વધુ સ્પીડ 1980 કિમી પ્રતિકલાકની છે. એટલે કે અવાજની ગતિથી દોઢ ગણું વધુ. તેમાં 2458 KG ઇંધણ સમાય છે. તેની કુલ રેન્જ 1850 કિમીની છે. તે 53 હજાર ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

એલસીએ તેજસનું કોકપીટ કાચનું છે. કાચના કોપપીટના કારણે પાયલોટ ચારે બાજુ જોઈ શકે છે. તે નાનું અને મલ્ટી રોલ સુપરસોનિક ફાટર એરક્રાફ્ટ છે. દુનિયા અન્ય વિમાનો કરતા સસ્તુ પણ છે. તેમાં ક્લાડરૂપ્લેક્સ ફ્લાઇ બાય વાયર ફ્લાઇટ કન્ટ્રોલ સિસ્ટમ છે. એટલે કે પાયલોટ તેને સરળતાથી ઉડાડી શકે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ભારતીય વાયુસેનાને 180 તેજસ ફાઇટર જેટ્સની જરૂર છે. 83 LCA Mark1A માટે કોન્ટ્રાક્ટ થઈ ગયો છે. વાયુસેનાને 97 વધુ ફાઇટર જેટ્સની જરૂર છે. ઈન્ડિયન એરફોર્સ માર્ક 1એ પહેલા 123 તેજસ ફાઇટર જેટ માંગ્યા હતા. જેમાંથી આશરે 30 જેટ્સની ડિલવરી થઈ ગઈ છે. આ પછી બાકી 83 ફાઇટર જેટ્સ તેજસ માર્ક-1એ હશે. જે 2024થી 2028 વચ્ચે મળશે. અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઈંગ્લેન્ડ, ચેક ગણરાજ્ય, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, રશિયા, ચીન, ઇટલી અને રોમાનિયા પાસે પણ હળવા ફાઇટર જેટ્સની ફ્લિટ છે.